Thursday, January 30, 2025
More

    તમિલનાડુ CM સ્ટાલિને રાષ્ટ્રગીત ગાવાનો કર્યો ઇનકાર, અપીલ બાદ પણ ન થયા ટસના મસ: નારાજ થઈને રાજ્યપાલ આરએન રવિએ છોડ્યું ગૃહ

    તમિલનાડુ વિધાનસભાની (Tamil Nadu Legislative Assembly) અંદર રાષ્ટ્રગીતના અપમાનનો (Insulting the National Anthem) મામલો સામે આવ્યો છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિન (Chief Minister MK Stalin) અને વિધાનસભા અધ્યક્ષ એમ અપ્પાવુ પર અપમાનનો આરોપ લગાવવામાં આવ્યો છે. સોમવારે (6 જાન્યુઆરી, 2025) રાજ્યપાલ આરએન રવિ (Governor RN Ravi) દ્વારા વારંવાર અપીલ કરવા છતાં બંનેએ રાષ્ટ્રગીત જન-ગણ-મન ગાવાનો ઇનકાર કર્યો હતો.

    તમિલનાડુ રાજ્યપાલ કાર્યાલય (Office of the Governor of Tamil Naduતરફથી આધિકારિક X હેન્ડલ દ્વારા મુખ્યમંત્રી સ્ટાલિન અને અપ્પાવુની આ કાર્યવાહીને બંધારણનું અપમાન ગણાવવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે જ્યારે રાજ્યપાલ વિધાનસભામાં આવ્યા ત્યારે માત્ર તમિલ થાઈ વાઝ્થુ ગાવામાં આવ્યું હતું.

    આ પછી રાજ્યપાલ, CM અને વિધાનસભા અધ્યક્ષ અપ્પાવુને રાષ્ટ્રગીત માટે વારંવાર અપીલ કરતા રહ્યા પરંતુ બંનેએ અસંસ્કારી રીતે સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. આ કાર્યવાહીથી નારાજ રાજ્યપાલ ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા. નોંધનીય છે કે, દેશની તમામ વિધાનસભાઓમાં રાજ્યપાલના સંબોધન પહેલાં અને પછી રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે.