Friday, June 13, 2025
More

    નજફગઢ નહીં નાહરગઢ… મોહમ્મદપુર નહીં માધવપુરમ… ભાજપ ધારાસભ્યે મૂકી માંગ તો થયો તાળીઓનો ગળગળાટ: દિલ્હીમાં BJP સરકાર બનતા જ ઉઠી જગ્યાઓના નામ બદલવાની વાત

    દિલ્હીના નજફગઢના (Najafgarh, Delhi) ધારાસભ્ય નીલમ પહેલવાને (Neelam Pehalwan) દિલ્હી વિધાનસભાને નજફગઢનું નામ બદલીને નાહરગઢ (Nahargarh) કરવાની વિનંતી કરી. તેમણે કહ્યું કે ઔરંગઝેબના સમયમાં તેનું નામ બદલીને નજફગઢ રાખવામાં આવ્યું હતું જ્યારે દિલ્હી ગ્રામ્યનો આ વિસ્તાર નાહરગઢ તરીકે ઓળખાતો હતો.

    દિલ્હી વિધાનસભા સત્રના ત્રીજા દિવસે, તેમણે કહ્યું કે, “આ મુદ્દો ઘણી અરજીઓ અને પ્રયાસો દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. અમારા ધારાસભ્ય પ્રવેશ વર્મા દ્વારા આમાં સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અધ્યક્ષ સાહેબ, મને તમારી પાસેથી ખૂબ આશા છે કે તેનું નામ બદલાશે.” દરમિયાન, આરકે પુરમના ધારાસભ્ય અનિલ શર્માએ મોહમ્મદપુર ગામનું નામ બદલીને માધવપુરમ રાખવાની માંગ કરી છે.

    આ પહેલી વાર નથી જ્યારે દિલ્હીમાં નામ બદલવાની માંગ ઉઠી હોય. આવી માંગણીઓ પહેલા પણ ઉઠી છે. અગાઉ ધારાસભ્ય મોહન સિંહ બિષ્ટે મુસ્તફાબાદનું નામ બદલવાની માંગ કરી હતી, જ્યારે ધારાસભ્ય નીલમ પહેલવાને આ વાતને આગળ ધપાવી છે અને નજફગઢનું નામ બદલવા માટે અવાજ ઉઠાવ્યો છે.