17 માર્ચે ઔરંગઝેબની કબરને હટાવવા માટે પ્રદર્શન થયું હતું. ત્યારપછી નાગપુરમાં હિંસા (Nagpur Violence) ફાટી નીકળી હતી. ઇસ્લામિક ટોળાએ લાકડી-ડંડા અને તલવારો લઈને હિંદુઓ પર હુમલો કરી દીધો હતો. આ ઉપરાંત વાહનો-ગાડીઓ સાથે આગચંપી અને દુકાનોમાં તોડફોડના વિડીયો પણ સામે આવ્યા હતા. આ મામલા અંગે CM દેવેન્દ્ર ફડણવીસે (CM Devendra Fadanvis) વિધાનસભામાં નિવેદન આપ્યું હતું.
CM ફડણવીસે ગૃહને જણાવ્યું હતું કે “નાગપુર હિંસામાં અત્યાર સુધીમાં 12 ટુ-વ્હીલરને નુકસાન થયું છે, એક ક્રેન અને બે જેસીબી સહિત ફોર વ્હીલર સળગાવી દેવામાં આવ્યા છે, ઘણા લોકો પર તલવારોથી હુમલો કરવામાં આવ્યો છે અને કુલ 33 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, જેમાં ત્રણ ડીસીપી સ્તરના અધિકારીઓનો સમાવેશ થાય છે.”
नागपुर हिंसा मामले में 50 लोग हिरासत में…
— AajTak (@aajtak) March 18, 2025
सुनिए नागपुर हिंसा को लेकर विधानसभा में क्या बोले सीएम फडणवीस? #NagpurViolence #Nagpur #ATVideo @ARPITAARYA pic.twitter.com/VAGeDKBisT
તેમણે આગળ જણાવ્યું હતું કે, “આ ઉપરાંત, પાંચ નાગરિકો પર હુમલો કરવામાં આવ્યો હતો, એક પોલીસ કર્મચારી પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં પાંચ કેસ નોંધાયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, 11 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને SRPFની પાંચ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.”
CM ફડણવીસે સ્પષ્ટ કહ્યું કે, “કોઈ પણ કાયદો પોતાના હાથમાં લઈ ન શકે. આ એક સંપૂર્ણપણે સુનિયોજિત કાવતરું હતું.” આ મામલે પોલીસ કમિશનર રવિન્દ્ર સિંઘલે મંગળવારે જણાવ્યું હતું કે નાગપુર શહેરમાં થયેલી હિંસાના સંદર્ભમાં 50થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે અને પાંચ FIR નોંધવામાં આવી છે.