Thursday, April 24, 2025
More

    નાગપુર હિંસાના અન્ય એક આરોપીના ઘર પર થઈ બુલડોઝર કાર્યવાહી: NMCની ટીમે યુસુફ શેખે કરેલ ગેરકાયદે બાંધકામને કર્યું જમીનદોસ્ત

    નાગપુર હિંસામાં (Nagpur Violence) સામેલ આરોપીઓ પર CM દેવેન્દ્ર ફડણવીસની સરકાર કડક કાર્યવાહી કરી રહી છે. નાગપુર હિંસાના માસ્ટરમાઇન્ડ (Mastermind) ફહીમ ખાન (Fahim Khan) પછી, નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશને બીજા એક આરોપીનું મોહમ્મદ યુસુફ શેખના ઘર પર પણ બુલડોઝર કાર્યવાહી કરી છે.

    મ્યુનિસિપલ કોર્પોરેશનના અતિક્રમણ વિભાગે આરોપીના મહલ સ્થિત નિવાસસ્થાન પર બુલડોઝર કાર્યવાહી કરી હતી. ગેરકાયદે બનાવેલ બાંધકામ તોડીને સરકારે આરોપીઓને પાઠ ભણાવ્યો છે. નોંધનીય છે કે આ પહેલાં પણ નાગપુર હિંસાના માસ્ટરમાઈન્ડ ફહીમ શેખના ઘર પર કાર્યવાહી થઈ ચૂકી છે.

    યુસૂફ પહેલાં NMCએ 24 માર્ચની સવારે ફહીમ શેખનું ઘર તોડી પાડ્યું હતું. જોકે આ પહેલાં તેને સમય આપવામાં આવ્યો હતો, જે પૂર્ણ થયા પ્રશાસને આ કાર્યવાહી કરી હતી. નોંધનીય છે કે 17 માર્ચે ફાટી નીકળેલી હિંસા અંગે CM ફડણવીસે કડક કાર્યવાહી કરવાનું કહ્યું હતું.   

    CM દેવેન્દ્ર ફડણવીસે તોફાનીઓ પાસેથી નુકસાનની ભરપાઈ કરવાની જાહેરાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે નાગપુરમાં થયેલી હિંસામાં સામેલ કોઈપણ આરોપીને બક્ષવામાં આવશે નહીં અને એવી કાર્યવાહી કરવામાં આવશે જે ભવિષ્ય માટે એક ઉદાહરણ સ્થાપિત કરે. એટલું જ નહીં, તેમણે જરૂર પડ્યે બુલડોઝરનો ઉપયોગ કરવાની પણ વાત કરી હતી.