Tuesday, June 24, 2025
More

    ‘મારા બાળકો PM મોદીને ખૂબ પ્રેમ કરે છે, તેમને દાદા માને છે’: અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના પત્ની ઉષા, ભારત પ્રવાસને ગણાવ્યો યાદગાર

    અમેરિકી ઉપરાષ્ટ્રપતિ (US Vice President) જેડી વેન્સના (JD Vance) ભારતીય મૂળના પત્ની ઉષા વેન્સે (Usha) ભારત-અમેરિકા સંબંધોને તેમના માટે ખૂબ જ અંગત ગણાવ્યા છે. વોશિંગ્ટનમાં અમેરિકા-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF) લીડરશીપ સમિટના આઠમા સંસ્કરણમાં વાતચીત દરમિયાન ઉષા વેન્સે કહ્યું છે કે, ભારતનો પ્રવાસ તેમના માટે ખૂબ યાદગાર રહ્યો છે. વધુમાં તેમણે વડાપ્રધાન મોદીની (PM Modi) પણ પ્રશંસા કરી હતી. 

    ઉષા વેન્સે યાદો વાગોળતાં કહ્યું કે, “વડાપ્રધાન મોદીને મળવું ખરેખર ખૂબ જ ખાસ હતું. મારા બાળકોએ તેમને જોયા અને તરત જ તેમને દાદા માની લીધા હતા. મારા બાળકો તેમનાથી ખૂબ પ્રભાવિત થયા છે અને તેઓ તેમને ખૂબ પ્રેમ પણ કરે છે.” ઉષાએ વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી બાળકો પ્રત્યે ખૂબ દયાળુ અને ઉદાર છે.

    વધુમાં તેમણે પ્રધાનમંત્રી આવાસ પર થયેલી મુલાકાતના સંસ્મરણો પણ વાગોળ્યા હતા અને કહ્યું હતું કે, બાળકો વડાપ્રધાન મોદીને ભેટી પડ્યા હતા. વધુમાં વડાપ્રધાન મોદીએ ત્રણેય બાળકોને મોરપંખ પણ આપ્યું હતું. બાળકોને પ્રધાનમંત્રી આવાસની કેરીઓ ખાવાની ખૂબ મજા પડી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.