Monday, March 17, 2025
More

    ઇસ્લામ શીખવા મદરેસા જતી હતી મુસ્લિમ સગીરા, ભગાવી ગયો 40 વર્ષનો મૌલવી: મુઝફ્ફરપુર પોલીસે કરી ધરપકડ

    બિહારના મુઝફ્ફરપુર (Muzaffarpur Bihar) જિલ્લામાં એક મદરેસામાં (madrasa) ભણાવતો 40 વર્ષીય મૌલવી (Maulvi) ધાર્મિક શિક્ષણ માટે આવેલા પોતાની જ સગીર વિદ્યાર્થીની સાથે ફરાર થઈ ગયો. પોલીસે કેસ નોંધ્યો અને શનિવારે (28 ડિસેમ્બર) આરોપીની ધરપકડ કરી. આ સાથે પીડિતાને પણ પરિવારને સોંપાઈ છે. આ મામલો મુઝફ્ફરપુર જિલ્લાના મણિયારી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. મદરેસામાં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થિની લાંબા સમયથી ગુમ હતી.

    વિદ્યાર્થીનીના પરિવારજનોએ તેમની પુત્રીની ઘણા દિવસો સુધી શોધખોળ કરી હતી. હતાશ થઈને તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે મદરેસામાં ભણાવતો મૌલવી તેને ભગાડી જવામાં સામેલ હતો. આખરે બરિયારપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાંથી મૌલવીની ધરપકડ કરવામાં આવી હતી. પીડિતા પણ અહીંથી મળી આવી હતી, જેને તેના પરિવારના સભ્યોને સોંપવામાં આવી છે.