RSSના સંરસંઘચાલક મોહન ભાગવત તાજેતરમાં વારાણસીની મુલાકાત પર ગયા હતા. જ્યાં તેમણે કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન તેમણે સંઘના સ્વયંસેવકો સાથે સંવાદ પણ કર્યો હતો. દરમિયાન તેમણે મુસ્લિમોને સંઘની શાખામાં પ્રવેશ મળે કે કેમ તેને લઈને પણ વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, સંઘમાં કોઈની જાતિ પણ પૂછવામાં આવતી નથી. વધુમાં એવું પણ કહ્યું કે, RSSની શાખામાં સૌનું સ્વાગત છે, મુસ્લિમોનું પણ. પરંતુ, સાથે તેમણે શરત પણ મૂકી હતી. તેમણે કહ્યું હતું કે, “જે મુસલમાન ભારત માતાની જયના નારાનો સ્વીકાર કરે છે અને ભગવા ધ્યવનું સન્માન કરે છે, તેમનું શાખામાં સ્વાગત છે.”
વધુમાં તેમણે કહ્યું કે, “સંઘનો દરવાજો બધા માટે ખુલ્લો છે. ભલે કોઈ હિંદુ હોય, મુસલમાન હોય, શીખ હોય કે ઈસાઈ હોય. સૌનું સ્વાગત છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે. જે લોકો પોતાને ઔરંગઝેબના વંશજ માને છે, તેમના માટે અહીં કોઈ જગ્યા નથી.”