Saturday, April 19, 2025
More

    ‘હિંમત કેમ થઈ જય શ્રીરામ બોલવાની’: ડોલ પૂર્ણિમા-હોળી ઉજવી રહેલા હિંદુઓ પર મુસ્લિમ ટોળાંનો હુમલો, ભાજપે શેર કર્યો બંગાળના બીરભૂમનો વિડીયો

    પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં શુક્રવારે (14 માર્ચ 2025) હોળીના દિવસે ઇસ્લામી કટ્ટરપંથીઓએ હિંદુઓ પર હુમલો કર્યો હતો. આ ઘટના બીરભૂમ જિલ્લાના અનૈપુર ગામમાં બની હતી, જ્યાં ડોલ પૂર્ણિમા અને હોળીની ઉજવણી કરી રહેલા હિંદુઓ પર ઇસ્લામી ટોળાંએ હુમલો કર્યો હતો. પોલીસની હાજરીમાં પણ આ હુમલાઓ ચાલુ રહ્યા હતા.

    ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અમિત માલવિયાએ X પર પોસ્ટ કરીને લખ્યું કે, “હોળી ઉજવવા બદલ બીરભૂમમાં હિંદુઓ પર હુમલો થયો! મમતા બેનર્જીના શાસનમાં પશ્ચિમ બંગાળ ધીમે-ધીમે બાંગ્લાદેશ જેવું બની રહ્યું છે.” તેમણે કહ્યું કે, આ હુમલો TMC પંચાયતના સભ્યની આગેવાનીમાં કરવામાં આવ્યો હતો. મુસ્લિમ ટોળાએ ‘જયશ્રી રામ’ ના નારા લગાવવા બદલ હિંદુઓને નિશાન બનાવ્યા હતા અને વિડીયોમાં તેઓ કહેતા સાંભળવામાં આવ્યા હતા કે, “તમારી હિંમત કેવી રીતે થઈ આ નારા લગાવવાની?”

    અમિત માલવિયાએ વધુમાં આરોપ લગાવ્યો કે, પોલીસે હિંદુઓને હિંસાથી બચાવવાને બદલે હુમલાખોરોનું રક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું કે, “આશ્ચર્યની વાત એ છે કે, પોલીસની હાજરી છતાં હુમલાઓ ચાલુ રહ્યા. વિડીયોમાં હિંદુઓ કહેતા જોવા મળ્યા હતા કે, ‘પોલીસ ત્યાં ઉભી હતી અને અમારા પર હુમલો કરવામાં આવ્યો.”

    આ હિંસક અથડામણ બાદ બીરભૂમ જિલ્લા વહીવટીતંત્રે સોમવાર (17 માર્ચ, 2025) સુધી સૈંથિયા શહેર નજીક પાંચ ગ્રામ પંચાયતોમાં ઇન્ટરનેટ અને વોઇસ ઓવર ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. વહીવટીતંત્રે કહ્યું કે, “તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને અફવાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ફેલાવવા માટે ઇન્ટરનેટ અને વોઇસ સેવાઓનો ઉપયોગ થઈ શકે છે. તેથી, સૈંથિયા પોલીસ સ્ટેશન હેઠળ આવતા સૈંથિયા નગર, હટોરા, મઠપાલસા, હરિસારા, ફરિયાપુર અને ફુલુર ગ્રામ પંચાયતોમાં આ સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી રહી છે.”