Tuesday, July 15, 2025
More

    ‘ઇતની ગોલિયાં મારુંગી કી…’: ગાડીમાંથી ઉતરવા કહ્યું તો અરીબા ખાને CNG પંપના કર્મચારી પર તાણી દીધી બંદૂક, દાખલ થઈ FIR

    ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક મહિલાએ CNG ફિલિંગ સ્ટેશન પર કર્મચારી પર રિવોલ્વર (Revolver) તાકીને ધમકી આપી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેમાં મહિલા CNG કર્મચારીને ધમકાવતી જોવા મળી રહી છે.

    અહેવાલો અનુસાર, આ ઘટના કાનપુરના એક CNG સ્ટેશન પર બની. મહિલા પોતાની કારમાં CNG ભરાવવા આવી હતી. સુરક્ષા નિયમો અનુસાર, CNG ભરતી વખતે વાહનમાંથી બહાર નીકળવું જરૂરી હોય છે. જ્યારે સ્ટેશનના કર્મચારીએ મહિલાને કારમાંથી બહાર આવવા કહ્યું, ત્યારે તે ગુસ્સે થઈ ગઈ.

    વીડિયોમાં જોવા મળે છે કે મહિલાએ કર્મચારી પર રિવોલ્વર તાકી અને ધમકી આપી કે, “એટલી ગોળીઓ મારીશ કે ઘરવાળા તને ઓળખી નહીં શકે.” આ ઘટનાથી સ્ટેશન પર હાજર અન્ય લોકો પણ ચોંકી ગયા હતા.

    આ મામલે CNGના કર્મચારી રજનીશ સિંઘએ FIR નોંધાવી છે. પોલીસે એહસાન ખાન, હુસ્નબાનો અને સુરુષ ખાન ઉર્ફે અરીબા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. CO બિલગ્રામ રવિ પ્રકાશ સિંઘે જણાવ્યું હતું કે, “CNG પંપના કર્મચારી રજનીશ કુમારની ફરિયાદ પર FIR નોંધવામાં આવી છે. લાઇસન્સ પ્રાપ્ત હથિયાર જપ્ત કરવામાં આવ્યું છે. આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.”