Thursday, March 6, 2025
More

    બાંગ્લાદેશ બની રહ્યું છે અફઘાનિસ્તાન!: કટ્ટરપંથીઓએ મહિલાઓને ફૂટબોલ રમતા રોકી, મેચ રોકવાની કરી માંગ, શાળામાં કરી તોડફોડ

    28 જાન્યુઆરીએ બાંગ્લાદેશમાંથી (Bangladesh) એક ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો જે જોતા લાગી રહ્યું છે કે બાંગ્લાદેશ અફઘાનિસ્તાન (Afghanistan) બનવાના રસ્તે છે. બાંગ્લાદેશના જોયપુરહાટ જિલ્લાના તિલકપુર હાઇસ્કૂલને મુસ્લિમ ટોળાએ ઘેરીને હોબાળો મચાવી દીધો હતો.

    આ હોબાળો બે મહિલા ફૂટબોલ ટીમો વચ્ચે યોજાનારી ફ્રેન્ડલી મેચનો વિરોધ કરવા થયો હતો. આ હોબાળા અને ઇસ્લામિક ટોળાએ કરેલ તોડફોડના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં જોઈ શકાય છે ટોળું શાળામાં તોડફોડ મચાવી રહ્યું હતું.

    મુસ્લિમોએ તિલકપુર હાઇસ્કૂલની તોડફોડ કરી (ફોટો: OpIndia)

    29 જાન્યુઆરીએ જોયપુરહાટ અને રંગપુર મહિલા ફૂટબોલ ટીમો વચ્ચે તિલકપુર હાઇસ્કૂલમાં મેચ યોજાવાની હતી. મદરેસાના વિદ્યાર્થીઓ સાથે મળીને અને કટ્ટરપંથી ઇસ્લામવાદીઓનું ટોળું તિલકપુર રેલ્વે સ્ટેશનની બહાર ભેગા થયા અને ઉશ્કેરણી જનક ભાષણ આપ્યા હતા.

    આ ટોળાએ એવું કારણ આપીને ફૂટબોલ મેચ રદ્દ કરવાની માંગ કરી હતી કે તેમાં યુવતીઓનો ચહેરો નહીં ઢાંકવામાં આવે. એક કટ્ટરપંથીએ તો ત્યાં સુધી જાહેરાત કરી દીધી હતી કે “હું એવા લોકોને ચેતવણી આપવા માંગુ છું જેઓ આપણી સ્ત્રીઓનું શરીર બતાવીને પૈસા કમાવવા માંગે છે. સાવચેત રહો. ભવિષ્યમાં બધી મહિલા રમતો બંધ કરી દઈશું. જો તમે આ મેચ નહીં રોકો તો અમે વિરોધ કરીશું.”

    આ દરમિયાન, અક્કલપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઓફિસર-ઇન-ચાર્જ (OC) અનિસુર રહેમાન અને ઉપજિલ્લા એક્ઝિક્યુટિવ ઓફિસર (UNO) મંજુરુલ આલમે દાવો કર્યો હતો કે તેમને આ ઘટના વિશે કોઈ જાણકારી નથી.