Friday, March 14, 2025
More

    મુસ્લિમ પુરુષો કરવી શકે છે એક કરતાં વધુ નિકાહ માટે નોંધણી: બોમ્બે હાઈકોર્ટ

    બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) કહ્યું છે કે મુસ્લિમ પુરુષો (Muslim Man) એક કરતા વધુ લગ્ન રજીસ્ટર કરાવી શકે છે. જો તેમને આમ કરવાથી રોકવામાં આવશે તો તે મુસ્લિમ પર્સનલ લોનું (Muslim Personal Law) ઉલ્લંઘન ગણાશે. આ કાયદો મુસ્લિમોને એક સાથે ચાર પત્નીઓ રાખવાની છૂટ આપે છે.

    બાર એન્ડ બેન્ચના અહેવાલ મુજબ, જસ્ટિસ બીપી કોલાબાવાલા અને જસ્ટિસ સોમશેખર સુંદરેસનની બેન્ચે કહ્યું કે મહારાષ્ટ્ર મેરેજ બ્યુરો રેગ્યુલેશન એન્ડ મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ, 1998 મુસ્લિમ પુરુષોને એક કરતાં વધુ નિકાહની નોંધણી કરતાં અટકાવતું નથી. મેજર જૌઈયા નામની મહિલાની અરજી પર આ આદેશ આપવામાં આવ્યો છે.

    અરજદાર અલ્જેરિયાની મહિલા છે. તેના નિકાહ થાણેના એક મુસ્લિમ પુરુષ સાથે થયા છે. તે વ્યક્તિના આ ત્રીજા નિકાહ છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને માત્ર એક નિકાહની નોંધણી કરવા પર કાયદાકીય પ્રતિબંધને ટાંકીને લગ્નની નોંધણી કરવાનો ઇનકાર કર્યો હતો.

    હાઈકોર્ટે 10 દિવસની અંદર નિકાહની નોંધણી કરાવવાનો આદેશ આપતા કહ્યું છે કે જો આમ નહીં કરવામાં આવે તો મુસ્લિમોના પર્સનલ લોનું ઉલ્લંઘન થશે. કોર્ટને એ પણ જાણવા મળ્યું કે એક જ પુરુષના મોરોક્કન મહિલા સાથે બીજા નિકાહ નોંધાયા હતા.