અમદાવાદમાં (Ahmedabad) મોડી રાત્રે લાગતા પ્રખ્યાત ખાણીપીણી બજાર એવા માણેકચોકમાં (Manek chowk) યુવતીની છેડતીનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે એક મુસ્લિમ યુવકે એક હિદુ યુવતીની છેડતી કરી હતી. છેડતી બાદ બજરંગ દળના (Bajrang Dal) કાર્યકર્તાઓ ઘટનાસ્થળે પહોંચી જતા હોબાળો થયો હતો. લોકોના ટોળા એકઠા થઈ જતાં પરિસ્થિતિ ગંભીર બની હતી.
આ સમગ્ર ઘટનાને લઈને કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બીજી તરફ હિંદુ યુવતીની છેડતીને લઈને બજરંગ દળના કાર્યકર્તાઓમાં ભારોભાર આક્રોશ હતો. થોડી જ વારમાં ટોળું વધવા લાગ્યું હતું. માહોલ બગડતો જોઇને ખાણીપીણી બજારના દુકાનદારોએ ટપોટપ દુકાનો બંધ કરી દીધી હતી.
અમદાવાદ: માણેકચોકમાં વિધર્મી દ્વારા યુવતીની છેડતીનો આક્ષેપ, બજરંગદળના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો | TV9Gujarati#ahmedabad #manekchowk #girl #allegationofmolestation #bajrangdal #protest #gujarat #tv9gujarati pic.twitter.com/Upj2ylr0l5
— Tv9 Gujarati (@tv9gujarati) October 18, 2024
આ સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે યુવતીની છેડતી મામલે હિંદુ કાર્યકર્તાઓ રોષમાં છે. સાથે જ પોલીસની ગાડી પણ ઘટના સ્થળે જોઈ શકાય છે. પોલીસે પરિસ્થિતિ વણસે તે પહેલા જ સ્થિતિ નિયંત્રિત કરી લીધી હતી. વિડીયોમાં બજરંગીઓ નારેબાજી કરીને વિરોધ નોંધાવતા નજરે પડી રહ્યા છે. હાલ તપાસ ચાલુ છે.