Tuesday, March 25, 2025
More

    બાંગ્લાદેશમાં પ્રદર્શનો વચ્ચે હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસના મુસ્લિમ વકીલની હત્યા: અન્ય ઘણા ઘાયલ

    મંગળવારે, 26 નવેમ્બરના રોજ, બાંગ્લાદેશની (Bangladesh) કોર્ટની બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન અગ્રણી હિંદુ નેતા અને ઇસ્કોન (ISKCON) સાધુ ચિન્મય કૃષ્ણ દાસનો (Chinmoy Krishna Das) બચાવ કરતા મુસ્લિમ વકીલની હત્યા કરવામાં આવી છે.

    મૃતકની ઓળખ તાલીમાર્થી વકીલ સૈફુલ ઈસ્લામ અલીફ તરીકે થઈ છે.

    સોમવાર, 25 નવેમ્બરના રોજ, બાંગ્લાદેશ પોલીસે એક હિંદુ સાધુની ધરપકડ કરી હતી, જેણે સંઘર્ષગ્રસ્ત દેશમાં એક વિવાદને જન્મ આપ્યો હતો. આ ઘટના વડાપ્રધાન શેખ હસીનાને પદ પરથી હટાવ્યા બાદ બની હતી. આ પછી, ઇસ્લામિક તોફાનીઓએ દેશભારમાં હિંદુઓ પર ઘાતક હુમલા કર્યા હતા. બાંગ્લાદેશના ધાર્મિક લઘુમતીઓના અગ્રણી નેતા ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ઢાકામાં ધરપકડ કરવામાં આવી હતી. દાસ આ મુસ્લિમ રાષ્ટ્રમાં લઘુમતી અધિકારોના રક્ષણની હિમાયત કરનારા અગ્રણી નેતાઓમાંના એક હતા.