પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા (Murshidabad Violence) આચરવામાં આવી હતી. પસંદગીપૂર્વક હિંદુઓના ઘર-દુકાનો બાળી નાખવામાં આવ્યા હતા. જેના પગલે ઘણા હિંદુઓ પલાયન કરતા હોવાના અહેવાલો આવી રહ્યા છે. આ દરમિયાન બાગેશ્વરધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ (Pandit Dhirendra Krishna Shastri) પણ મુર્શિદાબાદ હિંસા પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ દિવસોમાં મહારાષ્ટ્રના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતા આ વાત કહી હતી. તેમણે કહ્યું છે કે ભારતમાં હિંદુઓ ડરેલા છે. એ દિવસ દૂર નથી જ્યારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી પણ હિંદુઓએ ભાગવું પડશે.
#WATCH मुर्शिदाबाद (पश्चिम बंगाल) की घटना पर बागेश्वर धाम के धीरेंद्र शास्त्री ने कहा, "मैंने सुना है कि वहां से हिंदू पलायन कर रहे हैं। अगर ऐसा ही चलता रहा तो वह दिन दूर नहीं जब मध्य प्रदेश, महाराष्ट्र और गुजरात से भी हिंदू पलायन करेंगे। हिंदू डरे हुए हैं। यह सब पहले से ही… pic.twitter.com/POWKcaQ703
— ANI_HindiNews (@AHindinews) April 14, 2025
તેમણે કહ્યું કે, “મેં સાંભળ્યું છે કે હિંદુઓ ત્યાંથી સ્થળાંતર કરી રહ્યા છે. જો આવું જ ચાલુ રહેશે, તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી પણ હિંદુઓએ ભાગવું પડશે.”
તેમણે આગળ કહ્યું હતું કે, “આ બધું પહેલેથી જ આયોજનબદ્ધ રીતે કરવામાં આવી રહ્યું છે. આ દેશ માટે અને ખાસ કરીને હિંદુઓ માટે દુર્ભાગ્યપૂર્ણ છે, કારણ કે હિંદુઓ એક નથી. પણ, મને વિશ્વાસ છે કે આ બધું જલ્દી બંધ થઈ જશે.”