પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં હિંદુઓ વિરુદ્ધ હિંસા (Murshidabad Violence against Hindus) ચાલુ છે. તાજેતરમાં, આ વિસ્તારમાં મુસ્લિમ ટોળા (Muslim Mob) દ્વારા રમખાણોનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. એક હિંદુ મહિલાનો એક વિડીયો હવે સામે આવ્યો છે જેમાં તેણે કહ્યું છે કે તેને બળાત્કારની ધમકી આપવામાં આવી હતી અને ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
“તેઓએ (મુસ્લિમો) મને કહ્યું કે તેઓ મને બળજબરીથી ઇસ્લામ ધર્મ અપનાવડાવશે. તેઓએ મારા પર બળાત્કાર કરવાની અને મારું સિંદૂર ઉતારી નાખવાની ધમકી આપી,” મમતા ઘોષ નામની મહિલાએ પંચજન્યને જણાવ્યું. મમતાએ આગળ કહ્યું, “તેઓએ મને કહ્યું કે અમે ભારતનું અસ્તિત્વ ભૂંસી નાખીશું અને આ જગ્યાને બાંગ્લાદેશમાં ફેરવીશું… તેઓએ સ્પષ્ટ કરી દીધું કે તેઓ અહીં હિંદુઓ નથી ઇચ્છતા.”
बंगाल के हिन्दुओं की दशा देखिए!
— Panchjanya (@epanchjanya) April 19, 2025
एक भी हिन्दू को हम बंगाल में यहां नहीं रहने देंगे..
मुसलमान बन जाओ वरना घर खत्म कर दूंगा।
बंगाल को बांग्लादेश बना देंगे, इस्लाम कबूल कर लो।
इस मां का और इनकी नवजात बच्ची का क्या दोष था!
: ममता घोष, मुर्शिदाबाद दंगा पीड़ित pic.twitter.com/ZyXT3pcl9h
ઉલ્લેખનીય છે કે 11 એપ્રિલ 2025ના રોજ, મુસ્લિમ બહુમતીવાળા મુર્શિદાબાદ જિલ્લામાં, નવા વક્ફ સુધારા કાયદાના વિરોધની આડમાં હિંદુઓ વિરુદ્ધ મોટા પાયે હિંસા થઈ હતી. ઓપઇન્ડિયાએ વિગતવાર અહેવાલ આપ્યો હતો કે કેવી રીતે હિંદુઓને પસંદગીયુક્ત રીતે નિશાન બનાવવામાં આવ્યા હતા.