શનિવારે (12 એપ્રિલ), પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ (Murshidabad Violence) જિલ્લાના શમશેરગંજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સના (Attack on BSF) જવાનો પર મુસ્લિમ ટોળાએ હુમલો કર્યો.
વક્ફ સુધારા કાયદાનો વિરોધ કરી રહેલા ઉગ્રવાદીઓએ BSF પર પથ્થરમારો પણ કર્યો અને તેમના વાહનોમાં પણ તોડફોડ કરી હતી. રિપબ્લિક બાંગ્લાએ પોતાના એક અહેવાલમાં આ ઘટનાની પુષ્ટિ કરી છે.
દરમિયાન, વક્ફ કાયદા વિરુદ્ધ વધી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનોને પગલે કલકત્તા હાઈકોર્ટે મુર્શિદાબાદ જિલ્લામાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કેન્દ્રીય દળોને તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે.
11 અને 12 એપ્રિલના રોજ, મુર્શિદાબાદના સુતી અને સમસેરગંજ વિસ્તારોમાં મુસ્લિમ ટોળાએ ભારે હાલાકી મચાવી હતી. તેમણે રેલ સેવાઓ ખોરવી નાખી અને લોકોને અસુવિધા પહોંચાડી, બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરની (BDO) ઓફિસમાં પથ્થરો અને લાકડીઓથી તોડફોડ કરી અને જિલ્લામાં સામાન્ય જનજીવન ખોરવી નાખ્યું હતું.