‘કોમેડિયન’ કુણાલ કામરાની (Kunal Kamra) મુશ્કેલીઓ વધી રહી છે. હવે મુંબઈના ખાર પોલીસ સ્ટેશને (Khar Police Station) તેના ગત અઠવાડિયે આપેલા વિવાદસ્પદ નિવેદન મામલે બીજું સમન્સ (Summons) જારી કર્યું છે. કુણાલને પૂછપરછ માટે હાજર રહેવાનું જણાવવામાં આવ્યું છે.
આ પહેલાં પણ મુંબઈ પોલીસે કોમેડિયનને સમન્સ પાઠવ્યું હતું અને મંગળવારે સવારે 11 વાગ્યે હાજર થવા કહ્યું હતું. જોકે, કામરાએ તેના વકીલના માધ્યમથી એક અઠવાડિયાનો સમય માંગ્યો હતો. પરંતુ પોલીસે આ વિનંતી ફગાવી દીધી છે.
ખાર પોલીસ સ્ટેશનમાં શિવસેનાના ધારાસભ્ય મુરજી પટેલે FIR નોંધાવી હતી. ત્યારપછી મુંબઈ પોલીસે કામરાને સમન્સ જારી કર્યા હતા. તેના પર માનહાનિનો આરોપ મૂકવામાં આવ્યો છે અને ડોંબિવલી પોલીસ સ્ટેશનમાં FIR પણ દાખલ કરવામાં આવી છે.
નોંધનીય છે કે ગત અઠવાડિયે કુણાલ કામરાએ તેના એક શો દરમિયાન એક કવિતાના માધ્યમથી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું નામ લીધા વિના તેમને ‘ગદ્દાર’ કહ્યા હતા. આ મામલે વિવાદ ઉભો થઈ ગયો હતો. ત્યારપછી કુણાલ પર FIR નોંધાવવામાં આવી છે. જે અંર્તગત પોલીસે કામરાને સમન્સ પાઠવ્યા છે.