Tuesday, March 18, 2025
More

    જમીન કૌભાંડમાં સિદ્ધારમૈયા, ખરગે સહિતના મોટા નામ ખુલ્યા બાદ હવે MUDA અધ્યક્ષનું રાજીનામું

    કર્ણાટકમાં મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) જમીન ફાળવણી કેસમાં (MUDA Land Scam) કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે ચાલી રહેલી તપાસ વચ્ચે ઓથોરિટીના અધ્યક્ષ કે. મેરીગૌડાએ (K MariGowda) બુધવારે રાજીનામું આપ્યું હતું. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નજીકના ગણાતા મેરીગૌડાએ રાજીનામું આપતી વખતે ખરાબ સ્વાસ્થ્યના કારણો દર્શાવ્યા હતા.

    કર્ણાટકના મુખ્યમંત્રી (Karnataka CM) સિદ્ધારમૈયા (siddaramaiah) અને MUDAના વડા મેરીગૌડા પર MUDA જમીન ફાળવણીના કેસમાં આરોપો બાદ ભાજપ અને વિપક્ષના આકરા પ્રહારો થયા છે. કર્ણાટક હાઈકોર્ટે MUDA યોજનામાં કથિત અનિયમિતતાઓ અંગે તેમની સામે કાર્યવાહી કરવાના રાજ્યપાલના નિર્ણયની માન્યતાને પડકારતી અરજીને ફગાવી દીધા બાદ ભાજપે સિદ્ધારમૈયાનું રાજીનામું માંગ્યું છે.

    આ કેસમાં સિદ્ધારમૈયા ઉપરાંત EDએ તેમની પત્ની પાર્વતી, સાળા મલ્લિકાર્જુન સ્વામી અને કેટલાક અધિકારીઓને પણ આરોપી બનાવ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રીએ હાઈકોર્ટમાં આશ્રય લીધો હતો, પરંતુ 24 સપ્ટેમ્બરે કોર્ટે તપાસનો આદેશ યોગ્ય જાહેર કર્યો હતો.