Wednesday, March 26, 2025
More

    ‘મારી સાથે વાત નહીં કરે તો…’: ઇન્દોરમાં અમન શેખે MBAમાં અભ્યાસ કરતી હિંદુ વિદ્યાર્થિનીનું કાપ્યું ગળું, પોલીસે કરી ધરપકડ, હિંદુ સંગઠનોનો વિરોધ

    મધ્ય પ્રદેશના ઇન્દોર (Indore) જિલ્લામાં, માસ્ટર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં (MBA) અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું ગળું કાપીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે 23 વર્ષીય અમન શેખની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, પીડિતા હિંદુ સમુદાયની છે. ત્યારે આ મામલે ઇન્દોરમાં હિંદુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે.  જેના પગલે સંવેરમાં અડધા દિવસનો બંધ પાળવામાં આવ્યો હતો.

    નોંધનીય છે કે, ડીએસપી ઉમાકાંત ચૌધરીએ જણાવ્યું હતું કે, અહીંથી લગભગ 40 કિમી દૂર આવેલા સંવેરમાં અમન શેખે (23) ગુરુવારે (30 જાન્યુઆરી) બપોરે MBAમાં ભણતી વિદ્યાર્થિનીનું ગળું કાપી નાખ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, બંને પહેલાં એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા.

    વિદ્યાર્થિનીએ પોલીસને જણાવ્યા અનુસાર, આરોપી અમન શેખ વારંવાર તેનો પીછો કરતો તથા બળજબરીથી તેની સાથે વાત કરવા માંગતો હતો. ઘણીવાર ના પાડી હોવા છતાં તે તેનો પીછો કરતો હતો. જ્યારે હિંદુ પીડિતાએ તેના આ વર્તનનો વિરોધ કર્યો ત્યારે અમને ગુસ્સામાં વિદ્યાર્થિનીનું ગળું કાપી નાખ્યું હતું.

    પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુવારે જ્યારે વિદ્યાર્થિની રસ્તા પરથી જઈ રહી હતી ત્યારે અમન ત્યાં આવી ચડ્યો તથા તેને પકડીને ગળું કાપી નાખ્યું હતું. ઘાયલ પીડિતાન પરિવારે આરોપ લગાવ્યો છે કે, આરોપી છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થિની હેરાન કરી રહ્યો હતો. હુમલામાં વિદ્યાર્થિની ગંભીર રીતે ઘાયલ થઈ હતી, ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

    સારવાર બાદ, પીડિતા જોખમની બહાર છે. આરોપી અમન શેખની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. બીજી તરફ હિંદુ પીડિતાના હત્યાના પ્રયાસને લઈને હિંદુ સંગઠનોએ વિરોધ કર્યો હતો તથા અડધા દિવસ માટે બજાર તથા અન્ય સંસ્થાઓમાં બંધ પાળવામાં આવ્યો હતો.