Tuesday, April 22, 2025
More

    હનુમાન બનેલા યુવકના ફાડ્યા કપડાં… મારી લાતો… આપી ગાળો…: મદીના મસ્જિદ પાસે હનુમાન જયંતિની શોભાયાત્રા પર મુસ્લિમોનો હુમલો- વિક્કી ખાન, યુસુફ સાહિત 9ની ધરપકડ

    મધ્યપ્રદેશના ગુનામાં (Guna) હનુમાન જયંતિની શોભાયાત્રા (Hanuman Jayanti procession) દરમિયાન, કર્નલગંજ વિસ્તારમાં મુસ્લિમોએ હિંદુઓ પર હુમલો (Attack on Hindus) કર્યો. શનિવાર (12 એપ્રિલ, 2025) સાંજે, મદીના મસ્જિદ પાસે શાહના કોલહુ પુરાથી નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલાનું નેતૃત્વ વિક્કી ખાન અને યુસુફ ખાન સહિત ઘણા ઇસ્લામિક કટ્ટરપંથીઓએ કર્યું હતું.

    અહેવાલો અનુસાર, હુમલાખોરોએ બેલ્ટ અને તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો, જેમાં ભાજપના કાઉન્સિલર ઓમ પ્રકાશ કુશવાહાના (ગબ્બર) 11 વર્ષના પુત્ર અકુલ કુશવાહા સહિત ઘણા લોકો ઘાયલ થયા. આ દરમિયાન હનુમાનજીના વેશમાં આવેલા સમર્થ નામના યુવક પર બેલ્ટ વડે હુમલો કરવામાં આવ્યો હતો. સમર્થે કહ્યું કે લોકો તેને બેલ્ટથી મારતા હતા અને લાતો મારતા હતા, અને તેના કપડાં ફાટી ગયા હતા. વાયરલ વિડીયોમાં એક યુવક તલવાર લહેરાવતો જોવા મળી રહ્યો છે.

    હિંદુઓ પર હુમલાના કેસમાં પોલીસે મુખ્ય આરોપી વિક્કી ખાન અને યુસુફ ખાન સહિત 9 લોકોની ધરપકડ કરી છે. ઓમપ્રકાશ કુશવાહાએ તેમની સામે એફઆઈઆર નોંધાવી હતી.