Saturday, April 19, 2025
More

    ‘આખા ભારતમાં થશે કટ્ટરપંથીઓ વિરુદ્ધ આંદોલન’: દિલ્હીમાં ‘નારા-એ-તકબીર’ અને ‘અલ્લાહુ અકબર’ના સુત્રોચ્ચારથી આક્રોશિત થયેલ સામાન્ય હિંદુ

    વક્ફ સંશોધન બિલનો વિરોધ કરવા માટે 17 માર્ચના રોજ દિલ્હીના જંતર-મંતર (Jantar-Mantar) ખાતે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના (AIMPLB) લોકો પહોંચી ગયા હતા. આ લોકોને AIMIM નેતા અસસુદ્દીન ઔવેસી જેવા અન્ય નેતાઓનું પણ સમર્થન છે. બીજી તરફ આ બિલનું સમર્થન કરવા હિંદુઓ પણ જંતર-મંતર ખાતે પહોંચ્યા હતા.

    આ દરમિયાન જંતર મંતર પર હજારો મુસ્લિમોની ભીડ ભેગી થઈ હતી, જેમાં ‘અલ્લાહુ અકબર’ અને ‘નારા એ તકબીર’ જેવા કટ્ટરપંથી સુત્રોચ્ચાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક હિંદુ વ્યક્તિએ તેનો વિરોધ કરતા કહ્યું હતું કે આ ‘નારા એ તકબીર’ની જગ્યાએ ‘હર હર મહાદેવ’ના નારા લાગશે.

    હિંદુ વ્યક્તિએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, “આખા ભારતમાં આ કટ્ટરપંથીઓ વિરુદ્ધ આંદોલન થશે. આ લોકો બદમાશી કરી રહ્યા છે તેમની વિરુદ્ધ આ જ જંતર-મંતર પર આંદોલન થશે” તેમણે કહ્યું હતું કે “પોલીસ પણ અમને હટાવી રહી છે પરંતુ ‘નારા એ તકબીર’ લગાવનારાને હટાવી શકતી નથી.”

    નોંધનીય છે કે, આજે જ પ્રદર્શન દરમિયાન જ્યારે મુસ્લિમોના ટોળામાં ‘અલ્લાહુ અકબર’ અને ‘નારા એ તકબીર’ નારા લાગી રહ્યા હતા ત્યારે હિંદુઓ ત્યાં પહોંચ્યા હતા. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે અહીં ‘અલ્લાહુ અકબર’ના નારા કેમ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે પોલીસે નારા રોકવાની જગ્યાએ બિલનું સમર્થન કરવા પહોંચેલા હિંદુઓની અટકાયત કરી હતી.