ઑપરેશન સિંદૂર (Operation Sindoor) દરમિયાન કોંગ્રેસ અને અન્ય વિપક્ષોએ પીએમ મોદી (PM Modi) અને સરકારનું સમર્થન કરવાની વાત તો કહી હતી, પણ પછીથી કોંગ્રેસે પોતાનો રંગ દેખાડવા માંડ્યો અને પાર્ટી ફરી વડાપ્રધાન અને સરકારને ટાર્ગેટ કરવા પર ઉતરી આવી. કોંગ્રેસને જેમની ઉપર ભારોભાર આશા છે અને જેઓ દરેક વખતે નિષ્ફળ જ જાય છે એવા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પણ પીએમ પર આક્ષેપો કર્યા. જોકે લોકોને આ બધાં ગતકડાં પસંદ પડ્યાં નથી, એવું સરવે કહે છે.
ન્યૂઝ18 દ્વારા આ વિષય પર એક પબ્લિક પૉલ કરવામાં આવ્યો હતો. જેમાં પૂછવામાં આવ્યું કે શું રાહુલ ગાંધી અને કોંગ્રેસ વડાપ્રધાન વિશે ‘નરેન્દર-સરેન્ડર’ જેવા શબ્દો સાથે ટિપ્પણી કરી રહ્યા છે એ યોગ્ય છે? લગભગ 87.55% લોકોએ નકારમાં જવાબ આપ્યો હતો.
અન્ય પ્રશ્નમાં પૂછવામાં આવ્યું કે, શું તમે માનો છો કે રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવે તો પીએમ મોદી એક કડક વલણ અપનાવે છે? જેમાં 88.06% લોકોએ સકારાત્મક જવાબ આપ્યો હતો. 11.94%એ નોમાં જવાબ આપ્યો.