Monday, March 17, 2025
More

    30 લાખ કૂતરાઓને ઝેર આપીને મારી નાખશે મોરોક્કો: કારણ- ફૂટબોલ વર્લ્ડ કપ માટે શહેરને બનાવવું છે સુંદર

    2030માં યોજાનાર ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup) માટે સ્પેન, પોર્ટુગલ અને મોરોક્કોમાં (Morocco) તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન મોરોક્કોથી આવેલા એક સમાચારે બધાને હેરાન કરીને મૂકી દીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોરોક્કોએ વર્લ્ડ કપ માટે તેની શેરીઓમાંથી રખડતા કૂતરાઓને (Street Dogs) દૂર કરવાનો નિર્ણય લીધો છે.

    મોરોક્કોમાં અંદાજે 30 લાખ રખડતા કૂતરા છે, જેમને શહેરોને સ્વચ્છ રાખવાના નામે મારી નાખવાની યોજના બનાવવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક વહીવટીતંત્રે આ કૂતરાઓને મારવા માટે ક્રૂર પદ્ધતિઓનો આશરો લેવાની યોજના બનાવી છે, જેમાં ઝેરી પદાર્થોનો ઉપયોગ પણ શામેલ છે.

    આ સમાચાર બહાર આવ્યા પછી, ઘણા પ્રાણી અધિકાર એક્ટિવિસ્ટ્સ વિરોધ કરી રહ્યા છે. પ્રખ્યાત એક્ટિવિસ્ટ જેન ગુડઓલે ફિફા સેક્રેટરી જનરલને પત્ર લખીને આ મુદ્દા પર ધ્યાન આપવાની અપીલ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો FIFA આ મામલે હસ્તક્ષેપ નહીં કરે તો પ્રાણી અધિકાર એક્ટિવિટ્સને કડક પગલાં લેવાની ફરજ પડશે.