Saturday, June 21, 2025
More

    કથાવાચક મોરારી બાપુના પત્ની નર્મદાબેનનું 79 વર્ષની વયે નિધન: તલગાજરડા નિવાસસ્થાને લીધા અંતિમ શ્વાસ, અપાઈ સમાધિ

    ગુજરાતના જાણીતા કથાકાર મોરારી બાપુના પત્ની નર્મદાબેનનું નિધન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાન પર 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. તેમના પાર્થિવદેહને તલગાજરડામાં તેમના નિવાસસ્થાને જ રાખવામાં આવશે અને ત્યાં જ સમાધિ પણ આપવામાં આવી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબેન હરિયાણીએ મંગળવારે રાત્રે 1:30 કલાકે મહુવા તાલુકાના તલગાજરડા ખાતે પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. આજે સવારે (11 જૂન) 9 વાગે તેમના પાર્થિવદેહ સમાધિ આપવામાં આવી હતી.

    તેમની તબિયત છેલ્લા કેટલાક સમયથી ખરાબ હોવાથી તેમણે છેલ્લા બે દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો. નર્મદાબેનના નિધનના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયેલો છે. તેમના નિધનથી તલગાજરડા ગામ સ્વેચ્છાએ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે.