મોરાદાબાદથી (Moradabad) હૃદય કંપાવી દેય એવી ઘટના સામે આવી છે. એક બિલાડી (Cat) એક યુવતી અને તેના મિત્રોના રસ્તે આડી ઉતરી હતી. ત્યારે યુવતી અને તેના મિત્રોએ આ બિલાડીને પકડી લીધી હતી. ત્યારપછી તેમણે બિલાડીએ ખૂબ મારી અને તેના પર પેટ્રોલ છાંટીને સળગાવી (Burned) દીધી હતી.
આ ઘટનાઓ આરોપીઓએ એક વિડીયો પણ ઉતાર્યો હતો. જે વિડીયોના માધ્યમથી એક વ્યક્તિએ ઈ-મેઇલના માધ્યમથી દિલ્હીના વન્યજીવ અપરાધ નિયંત્રણ બ્યૂરોમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના ભોજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘટેલી છે.
આ મામલે એસપી ગ્રામીણ કુંવર આકાશ સિંઘે જણાવ્યું હતું કે, “આ કેસમાં FIR નોંધવામાં આવી છે, અને તપાસ ચાલુ હોવાથી વિડીયો હજુ શેર કરી શકાશે નહીં.” આ FIR અનુસાર યુવતી અને તેના મિત્રોએ જંગલી બિલાડીને આગ લગાવવાનો વિડીયો રેકોર્ડ કર્યો હતો.
આ વિડીયોમાં તેઓ એક બાઈક પર સવાર છે, તેના રજીસ્ટ્રેશન નંબરની તપાસ કરતા જાણવા મળ્યું કે, આ બાઈક ભોજપુરની પ્રિયા નામની મહિલાની છે. આરોપીઓ વિરુદ્ધ વન્યજીવન સંરક્ષણ અધિનિયમ, 1972ની કલમ 9, 39 અને 51 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે પોલીસ કાર્યવાહી કરી રહી છે.