Wednesday, March 12, 2025
More

    વારાણસીમાં મોહમ્મદ ઇર્શાદે 8 વર્ષની બાળકી પર કર્યો બળાત્કારનો પ્રસાય: નિષ્ફળ જતા કરી દીધી નિર્મમ હત્યા

    ઉત્તર પ્રદેશના વારાણસીમાં (Varanasi) મોહમ્મદ ઇર્શાદે (Mohammed Irshad) બળાત્કારના નિષ્ફળ પ્રયાસ (failed rape attempt) પછી 8 વર્ષની બાળકીની હત્યા (Murder) કરી હતી. આ જ આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી છે. અહેવાલ મુજબ આરોપી ઇર્શાદ બાળકીનો પાડોશી હતો.

    આ ઘટના વારાણસીના સુજાબાદ (Sujabad) વિસ્તારમાં બની હોવાનું કહેવાય છે. બહાદુરપુર પ્રાથમિક શાળાની બાઉન્ડ્રી વોલ પાસે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાળકી 24 કલાકથી ગુમ હતી. પરિવારે શોધવાનો ખૂબ પ્રયાસ કર્યા બાદ પાસે આવેલી એક શાળાના પરિસરમાં આ દીકરીનો અર્ધનગ્ન મૃતદેહ એક કોથળામાં ભરેલો મળી આવ્યો હતો.

    નોંધનીય છે કે આ જ મોહમ્મદ ઇર્શાદ પર અગાઉ બળાત્કારના નિષ્ફળ પ્રયાસ બાદ એક કૂતરાને મારી નાખવાનો પણ આરોપ લાગી ચૂક્યો હતો. હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ દ્વારા તેની ઓળખ કરી તેની ધરપકડ કરી હતી. દેખીતી રીતે ધરપકડથી બચવાનો પ્રયાસ કરતી વખતે તેના પગમાં પણ ગોળી વાગી હતી.