કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બજેટમાં કરેલો વધુ એક વાયદો નિભાવ્યો છે. જે અનુસાર, પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત આપવામાં આવતી લૉનની મર્યાદા બમણી કરી દીધી છે.
અગાઉ આ યોજના હેઠળ ₹10 લાખ લોન આપવામાં આવતી હતી, જે મર્યાદા વધારીને હવે ₹20 લાખ સુધીની કરવામાં આવી છે. આ બાબતની જાહેરાત કેન્દ્રીય બજેટ 2024-25માં કરવામાં આવી હતી.
દિવાળી અગાઉ જ મોદી સરકારે આ અગત્યની જાહેરાત કરી છે, જેનાથી અનેક લોકોને ફાયદો મળશે.
મંત્રાલયે એક અખબારી યાદીમાં જણાવ્યું કે, આ વૃદ્ધિ મુદ્રા યોજનાના સમગ્ર ઉદ્દેશ્યને પહોંચી વળવાની દિશામાં એક સકારાત્મક પહેલ છે. જે વિશેષ કરીને ઉદ્યમીઓ માટે લાભકારી નીવડશે અને તેમને વિકાસ અને વિસ્તારમાં મદદ મળશે.
અધિસૂચના અનુસાર, તરુણ પ્લસની નવી શ્રેણીમાં 10 લાખ રૂપિયાથી વધુ અને 20 લાખ રૂપિયા સુધી લોન મળી શકશે અને એ ઉધમીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે જેમણે તરુણ શ્રેણી અંતર્ગત પાછલી લોન સફળતરપૂર્વક ચૂકવી દીધી હોય. 20 લાખ રૂપિયા સુધીની લોનનું ગેરેન્ટી કવરેજ માઇક્રો યુનિટ્સ માટે ગેરેન્ટી ફંડ (CGFMU) હેઠળ પૂરું પાડવામાં આવશે.