કેન્દ્ર સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગે (Telecommunication Department) ઇનકમિંગ સ્પૂફ્ડ કૉલ્સ પ્રિવેન્શન સિસ્ટમ (Incoming Spoofed Calls Prevention System) દ્વારા છેતરપિંડીભર્યા કૉલ્સને (Fraud Call) 95% ઘટાડવામાં સફળતા મેળવી છે. આ સિસ્ટમે એવા કોલ બંધ કરી દીધા છે જે ભારતની અંદરથી આવતા હોય તેવું લાગે છે, પરંતુ વાસ્તવમાં વિદેશથી આવી રહ્યા હતા.
આ કૉલ્સ કૉલિંગ લાઇન આઇડેન્ટિટી (CLI) સાથે છેડછાડ કરીને વિદેશના સાયબર ગુનેગારો (cyber criminals) દ્વારા કરવામાં આવે છે. આના દ્વારા ભારતમાં લોકોને ડિજિટલ ધરપકડ (digital arrest) અથવા ધમકી દ્વારા છેતરવામાં આવે છે. કેટલાક લોકોને ડ્રગ્સના નામે તો કેટલાકને ટેક્સના નામે ડરાવવામાં આવે છે.
The Department of Telecommunication (DoT) launched ‘International Incoming Spoofed Calls Prevention System’.
— DD News (@DDNewslive) December 25, 2024
This system identifies calls that appear to be originating from within India but are made by the cyber-criminals from abroad by manipulating the calling line identity… pic.twitter.com/P4FYrGpUOJ
આ સિસ્ટમ 22 ઓક્ટોબર, 2024ના રોજ દાખલ કરવામાં આવી હતી. તે સમયે રોજના 1.5 કરોડ આવા કોલ આવતા હતા. સિસ્ટમ ઇન્સ્ટોલ થયાના 24 કલાકની અંદર, તેણે આવા 1.35 કરોડ કોલ્સ ઓળખ્યા અને તેમને જોડાવાદીધા નહીં. હાલમાં તેમની સંખ્યા 6 લાખથી ઓછી છે.