Sunday, July 13, 2025
More

    કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવાની અટકાયત: મનરેગા કૌભાંડની તપાસમાં ખુલ્યું નામ, ભરૂચ પોલીસે ગીર-સોમનાથથી પકડી પાડ્યા

    બહુચર્ચિત મનરેગા કૌભાંડ (MNREGA scam) અંતર્ગત ગુજરાત પોલીસને એક મોટી સફળતા મળી છે. ભરૂચ પોલીસે હાલ ગીર-સોમનાથથી કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવાની (Hira Jotva) અટકાયત કરી છે.

    નોંધનીય છે કે કરોડોના મનરેગા કૌભાંડની તપાસમાં હીરા જોટવાનું નામ આવ્યું હતું. જોટવા કોંગ્રેસના મોટા નેતા છે અને 2 વાર કોંગ્રેસના મેન્ડેટ પર વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે. જોકે બંનેવાર તેઓને હાર ભાળવી પડી હતી. હાલ પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે, અને જલ્દી જ તેમની ધરપકડના સમાચાર સામે આવવાની શક્યતા છે.

    ઉલ્લેખનીય છે કે હમણાં સુધી આ મનરેગા કૌભાંડ બાબતે કોંગ્રેસ ખૂબ આક્રમક રહી હતી અને અનેક પ્રેસ કોન્ફ્રન્સ પણ કરી ચૂકી છે. જોવાનું એ રહેશે કે પોતાના જ એક મોટા નેતાનું નામ ખુલ્યા બાદ હવે તેઓ શું કરે છે.