Monday, February 24, 2025
More

    ‘પોપ ફ્રાન્સિસને ‘હાલેલૂઇયા’ની જરૂર, તેમને જલ્દી સાજા કરી દો’: ‘રાજા ભૈયા’એ ઈસાઈ પાદરીઓ પર કર્યો કટાક્ષ, કહ્યું- ત્યાં જઈને બતાવો ચમત્કાર

    ઉત્તર પ્રદેશના જાણીતા નેતા અને કુંડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રઘુરાજ પ્રતાપ ઉર્ફે ‘રાજા ભૈયા’એ (Raja Bhaiya) પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ધર્માંતરણના વિરોધમાં અવાજ ઉઠાવતા એક કટાક્ષ કર્યો છે. તેમણે પોપ ફ્રાન્સિસને (Pope Francis) સ્વસ્થ કરવા માટે ‘હાલેલૂઇયા’ની જરૂર હોવાનું કહ્યું છે.

    તેમણે પોસ્ટ કરીને લખ્યું કે, “આદિવાસીઓ અને અશિક્ષિતોને ‘હાલેલૂઇયા’ની જાળ પાથરીને કરીને ચમત્કાર દેખાડનારા ભારતના ઈસાઈ ધર્મગુરુઓએ સાથે મળીને વેટિકન સિટીમાં જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહેલા પોપના માથા પર હાથ ફેરવીને તેમને સાજા કરી દેવા જોઈએ.”

    તેમણે વધુમાં કહ્યું કે, “એમ પણ પોપ લાંબા સમયથી વ્હીલ ચેર પર છે અને હવે હૉસ્પિટલમાં પણ ખૂબ ગંભીર અવસ્થામાં દાખલ છે. તેમને તાત્કાલિક ‘હાલેલૂઇયા’ જેવા ચમત્કારની જરૂર છે.”