તમિલનાડુના (Tamilnadu) મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન (M K Stalin) ઘણા સમયથી હિન્દીની અવગણા કરવાને લઈને ચર્ચામાં છે. ત્યારે તાજેતરમાં તેમનું એક નવું નિવેદન સામે આવ્યું છે. તેમણે રાજ્યના નવદંપતીઓને તેમના બાળકોને તમિલ નામ (Tamil Name) આપવાની અપીલ કરી રહ્યા છે. તે
સ્ટાલિને એક તાજેતરના લગ્ન સમારોહમાં જણાવ્યું હતું કે, “હું નવદંપતીઓને વિનંતી કરું છું કે તેઓ તેમના બાળકોને સુંદર તમિલ નામ આપે. તમારા ઉદ્યોગ ધંધાઓને પણ તમિલ નામ આપો. આ નામો આપણી સંસ્કૃતિ અને વારસાને જીવંત રાખશે.” તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર આ માટે એક વેબસાઈટ પણ શરૂ કરવાની યોજના બનાવી રહી છે, જેના દ્વારા લોકોને તમિલ નામોની સૂચિ અને તેના અર્થ સરળતાથી મળી શકે.
Tamil Nadu Chief Minister MK Stalin on Monday appealed to the people of the state to embrace the Tamil language more consciously in everyday life, especially while naming children and businesses.
— IndiaToday (@IndiaToday) May 6, 2025
Read in detail: https://t.co/6iO7Zz1NER#TamilNadu #MKStalin pic.twitter.com/P2WeEN42Xe
આ અપીલનો એક ભાગ તમિલનાડુની સફળ જનસંખ્યા નિયંત્રણ નીતિઓને કારણે રાજ્યની સંસદીય બેઠકો ઘટવાની ચિંતા સાથે પણ જોડાયેલો છે. સ્ટાલિને અગાઉ નવદંપતીઓને ‘તરત જ બાળકોને જન્મ આપવા’ અને તેમને તમિલ નામ આપવાની સલાહ આપી હતી.
જોકે, કેટલાક લોકોએ આ અપીલ પર ટીકા પણ કરી છે. સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સે સ્ટાલિનના પોતાના નામ પર સવાલ ઉઠાવ્યા છે, જે તમિલ નામ નથી. આ ચર્ચા તમિલનાડુમાં ભાષા અને ઓળખના મુદ્દાઓ પર ચર્ચાને વેગ આપી રહી છે.