જમ્મુ-કાશ્મીરના (Jammu-Kashmir) રાજૌરી જિલ્લાના નૌશેરામાં LoC પાસે માઇન બ્લાસ્ટ (Blast) થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, આ બ્લાસ્ટના કારણે સેનાના 6 જવાનો ઘાયલ થઈ ગયા છે. માહિતી અનુસાર, સેનાના જવાનો પેટ્રોલિંગ પર હતા, તે દરમિયાન જ એક્સિડેન્ટલ બ્લાસ્ટ થયો હતો.
આ ઘટના મંગળવારે (14 જાન્યુઆરી) બનવા પામી હતી. મંગળવારે સવારે 10:45 મિનિટ આસપાસ આ ઘટના ઘટી હતી. 5/3 ગોરખા રાઈફલ્સની એક ટુકડી ખંભા કિલ્લાની પાસે પેટ્રોલિંગ પર હતી. તે સમયે જ આ દુર્ઘટના બનવા પામી હતી. ઘાયલ થયેલા જવાનોમાં હવાલદાર એમ ગુરુંગ, હવાલદાર જે થપ્પા, હવાલદાર જંગ બહાદુર રાણા, હવાલદાર આર રાણા, હવાલદાર પી બદ્ર રાણા અને હવાલદાર વી ગુરુંગનો સમાવેશ થાય છે.
દુર્ઘટનામાં ઘાયલ થયેલા તમામ જવાનોને હાલ 150 જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તમામ લોકોની તબિયત સારી હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત સેનાના મોટા અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.