Wednesday, June 25, 2025
More

    ઇન્દોર કપલ કેસ અપડેટ: મેઘાલયમાંથી ગુમ થયેલી સોનમ રઘુવંશીની ગાઝીપુરમાંથી ધરપકડ, પતિની હત્યાનો આરોપ

    23 મેના રોજ મેઘાલયમાં (Meghalaya) હનીમૂન દરમિયાન ગુમ થયેલા ઇન્દોર દંપતીનું રહસ્ય (Indore couple case) હવે ઉકેલાવાની સાવ નજીક છે. પતિ રાજા રઘુવંશી (Raja Raghuvanshi) ગુમ થયાના 10 દિવસ પછી તેનો મૃતદેહ ખીણમાંથી મળી આવ્યો હતો, જ્યારે પત્ની સોનમની (Sonam) હમણાં સુધી કોઈ ભાળ મળી નહોતી. જોકે, તાજી જાણકારી મુજબ પોલીસે હવે ઉત્તર પ્રદેશના ગાઝીપુરના એક ઢાબામાંથી સોનમની ધરપકડ કરી છે.

    સોનમને શોધવા માટે 16 દિવસ રખડ્યા બાદ, પોલીસને આખરે તેની પાસેથી જ તેના વિશે સુરાગ મળ્યો. તેણે પોતાના પરિવારને ફોન કરીને પોતાના ઠેકાણા વિશે માહિતી આપી, જેના પગલે તેના પરિવારે ઇન્દોર પોલીસને જાણ કરી હતી. ઇન્દોર પોલીસે ગાઝીપુરમાં તેમના સમકક્ષોને જાણ કરી, જેમણે આખરે તેની ધરપકડ કરી. ઇન્દોરથી એક ટીમ તેને કસ્ટડીમાં લેવા માટે ગાઝીપુર પહોંચી રહી છે. આ કેસમાં અન્ય 2 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.

    મેઘાલયના સીએમ કોનરાડ સંગમાએ પોતાના એક્સ એકાઉન્ટ દ્વારા આ ધરપકડની માહિતી આપી હતી.

    નોંધનીય છે કે 20 મેના રોજ, બંને પોતાના હનીમૂન માટે મેઘાલય ગયા હતા. પરંતુ 23 મેના રોજ ગુમ થઈ ગયા હતા. 2 જૂનના રોજ, રાજા રઘુવંશીનો વિકૃત મૃતદેહ એક કોતરમાંથી મળી આવ્યો હતો જ્યારે સોનમનો કોઈ પત્તો લાગ્યો નહતો.