મેરઠના (Meerut) ઇન્દિરાનગર વિસ્તારમાં એક મહિલાએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને મર્ચન્ટ નેવીમાં (Merchant Navy) કામ કરતા પતિની હત્યા (Murder Husband) કરી દીધી. આ પછી, તેણે તેના પતિના શરીરને 15 ટુકડાઓમાં કાપીને ડ્રમમાં મૂકી દીધું અને તેના પર સિમેન્ટ લગાવી દીધો. પોલીસે આરોપી મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્લાની ધરપકડ કરી છે. બંનેએ આપેલી માહિતીના આધારે, મૃતક સૌરભ રાજપૂતનો મૃતદેહ પણ મળી આવ્યો છે.
વાત એમ છે કે વર્ષ 2016માં, મુસ્કાન રસ્તોગીએ તેના પરિવારની ઇચ્છા વિરુદ્ધ સૌરભ રાજપૂત સાથે લગ્ન કર્યા. સૌરભ મર્ચન્ટ નેવીમાં કામ કરતો હતો અને મોટાભાગનો સમય વિદેશમાં જ રહેતો હતો. તે જ સમયે, મુસ્કાનને કારણે સૌરભનો તેના પરિવાર સાથે વિવાદ ચાલી રહ્યો હતો. આ કારણે મુસ્કાન તેની 5-6 વર્ષની પુત્રી સાથે મેરઠમાં ભાડાના મકાનમાં રહેતી હતી. આ સમય દરમિયાન, મુસ્કાનના સાહિલ સાથે ગેરકાયદેસર સંબંધ બંધાયા.
સૌરભ લંડનથી તેની પત્ની મુસ્કાનનો જન્મદિવસ ઉજવવા આવ્યો હતો. ત્યારબાદ 4 માર્ચની રાત્રે, મુસ્કાને સૌરભને સૂતા સમયે ચાકુ મારીને હત્યા કરી દીધી. તે સમયે સાહિલ શુક્લા પણ ત્યાં હતા. પછી તેઓએ શરીરને ટુકડા કરી નાખ્યું અને તેને સિમેન્ટથી ભરી દીધું અને બંને હિમાચલ પ્રદેશ ફરવા ગયા. ત્યાં તેની માતાએ ફોન કર્યો અને તેણે તેને કહ્યું કે તેણે સૌરભની હત્યા કરી છે. આ પછી મુસ્કાનની માતાએ પોલીસને જાણ કરી.