અમદાવાદના (Ahmedabad) દાણીલીમડા વિસ્તારમાં પ્રાણીઓની કુરબાની કર્યા બાદ પશુઓના અવશેષ રસ્તા પર જ નાખી દેવામાં આવ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
અમદાવાદ પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
એક એક્સ યુઝરે વિડીયો પોસ્ટ કરીને લખ્યું કે, “દાણીલીમડામાં કુરબાની કર્યા બાદ પશુ અવશેષો રસ્તા પર જ નાખી દેવામાં આવ્યા, તેના કારણે અન્ય સ્થાનિકોને તકલીફ પડી રહી છે. કોર્પોરેશન દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી.”
ધ્યાન દોરવા બદલ આભાર, સંબંધિતોને જરૂરી કાર્યવાહી કરવા જાણ કરવામાં આવી છે.
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) June 7, 2025
વિડીયોમાં જાહેર માર્ગ પર જ પશુઓના અવશેષો ફેંકી દેવામાં આવ્યા હોવાનું દેખાય રહ્યું છે. પસાર થતા રાહદારીએ વિડીયો બનાવી લીધો હતો.
અમદાવાદ પોલીસે આ પોસ્ટના જવાબમાં સંબંધિતોને જરૂરી કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.