તાજેતરમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) આરોપ લગાવ્યો હતો કે અમેરિકાની અંતરાષ્ટ્રીય વિકાસ એજન્સી USAIDએ ભારતની ‘ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવાના’ના ઈરાદાથી $21 મિલિયન આપવાની હતી. આ ભારત સરકારે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, “અમે યુએસ વહીવટીતંત્રએ આપેલી ફંડિંગ અંગેની પૂરી પાડવામાં આવેલી માહિતી જોઈ છે. આ સ્પષ્ટપણે ખૂબ જ ચિંતાજનક છે. આનાથી ભારતના આંતરિક બાબતોમાં વિદેશી હસ્તક્ષેપ અંગેની ચિંતા ઉભી થઈ છે. સંબંધિત વિભાગો અને એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે.”
તેમણે આગળ કહ્યું હતું કે, “આ સમયે સાર્વજનિક નિવેદન આપવું એ ઉતાવળભર્યું પગલું ગણાશે. તેથી સંબંધિત અધિકારીઓ તેના પર વિચાર કરી રહ્યા છે. આશા છે કે અમે આ અંગે પછીથી અપડેટ આપી શકીશું.”
નોધનીય છે કે તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લાગાવ્યો હતો કે USAIDએ ભારતના 2024ની લોકસભા ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેના માટે ‘મતદાન વધારવાના પ્રયાસ’ અંતર્ગત $21 મિલિયનનું ફંડિંગ કર્યું હતું. જોકે ટ્રમ્પ સરકારે USAIDને બંધ કરી દીધી છે.