Tuesday, June 24, 2025
More

    ‘પાકિસ્તાન આતંકવાદ બંધ નહીં કરે ત્યાં સુધી સ્થગિત રહેશે સિંધુ જળ સંધિ’: વિદેશ મંત્રીએ કહ્યું– વાતચીત માત્ર POK પર થશે

    પાકિસ્તાન સાથે કરવામાં આવેલી સિંધુ જળ સંધિ પર ભારતનો નિર્ણય બદલાશે નહીં અને તે સ્થગિત કરવાનો નિર્ણય યથાવત રહેશે તેવી સ્પષ્ટતા ફરી એક વખત કરવામાં આવી છે અને આ વખતે વિદેશ મંત્રી એસ જયશંકરે સ્વયં નિવેદન આપ્યું છે. 

    તેમણે કહ્યું કે, પાકિસ્તાન ક્રોસ બોર્ડર ટેરેરિઝમ પર લગામ નહીં લગાવે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત જ રહેશે. ગુરુવારે (15 મે) તેમણે આ નિવેદન આપ્યું. 

    સાથે તેમણે POK પર પણ ટિપ્પણી કરી. મીડિયા સાથે વાતચીત કરતાં વિદેશ મંત્રીએ કહ્યું કે, “સિંધુ જળ સંધિ સ્થગિત કરવામાં આવી છે અને એ સ્થગિત જ રહેશે, જ્યાં સુધી પાકિસ્તાન સ્પષ્ટ રીતે આતંકવાદ બંધ નહીં કરી દે. હવે ચર્ચા કરવા માટે એક જ મુદ્દો રહ્યો છે અને એ છે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર. પાકિસ્તાને આ ભારતની ભૂમિ ખાલી કરવાની રહેશે અને અમે ચર્ચા કરવા માટે તૈયાર છીએ.

    ઉલ્લેખનીય છે કે અનેક એરબેઝને ભારતીય વાયુસેનાએ ટાર્ગેટ કર્યા બાદ પાકિસ્તાન શરણાગતિ સ્વીકારવા આવ્યું અને યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી ત્યારે પણ સરકારે સ્પષ્ટ કર્યું હતું કે સિંધુ જળ સંધિ પર કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીએ લીધેલો નિર્ણય યથાવત જ રહેશે.