Sunday, March 23, 2025
More

    ‘સિદ્ધિબુદ્ધિ પ્રદેદેવી..’: બજેટ સત્રના આરંભે પીએમ મોદીએ મંત્ર સાથે કર્યું મા લક્ષ્મીનું પુણ્ય સ્મરણ

    31 જાન્યુઆરીથી શરૂ થતા બજેટ સત્ર પહેલાં પીએમ મોદીએ મીડિયાને સંબોધન કર્યું. અહીં તેમણે શરૂઆત મા લક્ષ્મીના પુણ્ય સ્મરણ સાથે વાતની શરૂઆત કરી. 

    તેમણે કહ્યું, “બજેટ સત્રના પ્રારંભે હું સમૃદ્ધિનાં દેવી મા લક્ષ્મીને પ્રણામ કરું છું. આવા અવસરે સદીઓથી આપણે ત્યાં મા લક્ષ્મીનું પુણ્ય સ્મરણ કરવામાં આવે છે.” ત્યારબાદ તેમણે મંત્રનું ઉચ્ચારણ પણ કર્યું. 

    सिद्धिबुद्धिप्रदे देवि भुक्तिमुक्तिप्रदायिनि, मंत्रमूर्ते सदा देवि महालक्ष्मी नमोस्तुते. 

    તેમણે કહ્યું કે, ‘મા લક્ષ્મી આપણને સિદ્ધિ અને વિવેક આપે છે. સમૃદ્ધિ અને કલ્યાણ પણ આપે છે. હું મા લક્ષ્મીને પ્રાર્થના કરું છું કે દેશના દરેક ગરીબ અને મધ્યમ વર્ગ સમુદાય પર તેમની વિશેષ કૃપા રહે.”