Tuesday, March 25, 2025
More

    પુરૂષ શિક્ષકને બનાવી દીધો ગર્ભવતી, આપી દીધી પ્રસૂતિની રજાઃ હવે બિહાર શિક્ષણ વિભાગ ગણાવી રહ્યું છે ટેકનિકલ ભૂલ

    બિહારના હાજીપુરમાં, શિક્ષણ વિભાગે (Bihar Education Dept) એક પુરૂષ શિક્ષકને તે ‘ગર્ભવતી’ (Pregnant) હોવાના આધારે ‘મેટરનિટી લીવ’ (maternity leave) આપી. શિક્ષક જિતેન્દ્ર કુમાર સિંહ અહીંના મહુઆ બ્લોક વિસ્તારમાં આવેલી હસનપુર ઓસાટી હાઈસ્કૂલમાં BPSC દ્વારા પોસ્ટેડ છે. શિક્ષણ વિભાગે જીતેન્દ્ર સિંહને ગર્ભવતી જાહેર કરી અને તેના માટે પ્રસૂતિ રજા મંજૂર કરી. તેને વિભાગના પોર્ટલ ઈ-શિક્ષા કોશ (E-Shiksha Kosh) પર પણ અપડેટ કરવામાં આવ્યું હતું.

    પોર્ટલ પર લખવામાં આવ્યું છે કે જિતેન્દ્ર કુમાર સિંહ ગર્ભવતી છે અને હાલમાં રજા પર છે. બ્લોક એજ્યુકેશન ઓફિસર (BEO) અર્ચના કુમારીએ આ મામલે પોતાની ભૂલ સ્વીકારી છે. તેમણે કહ્યું કે ટેકનિકલ સમસ્યાના કારણે એક પુરુષની રજા પ્રસૂતિ રજા તરીકે નોંધવામાં આવી છે. આમાં સુધારો કરવામાં આવશે. તેમણે કહ્યું કે મહિલાઓને જે CL મળે છે તેને EL તરીકે પણ જોવામાં આવે છે. આમાં સુધારો કરવામાં આવશે.