Sunday, March 23, 2025
More

    ‘જમીન ખરીદવા અને ચૂંટણી લડવા માટે કરીએ છીએ ST યુવતીઓ સાથે નિકાહ’: ઝારખંડના મુસ્લિમોએ પોતાની જ ખોલી પોલ, ઓન કેમેરા કબૂલ્યું કારસ્તાન

    ઝારખંડમાં (Jharkhand) વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે એક વિડીયો (Video) સામે આવ્યો છે. જેમાં એક મુસ્લિમ (Muslims) વ્યક્તિ કબૂલ કરી રહ્યો છે કે, તે લોકો આ વિસ્તારમાં જમીન ખરીદવા અને ચૂંટણી લડવા માટે આદિવાસી (ST) મહિલાઓ સાથે નિકાહ (Nikah) કરે છે.

    આ વિડીયો ઈ-ઓર્ગેનાઈઝરના પત્રકાર સુભી વિશ્વકર્મા અને આઝાદ નિશાંત દ્વારા લેવાયેલ ઈન્ટરવ્યુની વાયરલ ક્લિપ છે. વિડીયોમાં એક વ્યક્તિને કહેતા સાંભળી શકાય છે, “બરહેટ વિધાનસભા એ અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત બેઠક છે. તેથી જ અમે આદિવાસી મહિલાઓ સાથે શાદી કરીએ છીએ, પરંતુ તેમની સંમતિથી.”

    વિડીયોમાં સાંભળી શકાય છે કે, ઈન્ટરવ્યુ દરમિયાન તે લોકોએ સ્વીકાર્યું હતું કે, ધર્મ પરિવર્તન પછી કરવામાં આવેલા નિકાહ ચૂંટણી લડવા માટે કરવામાં આવે છે. આ આંતર-ધાર્મિક લગ્નો જમાઈ ટોલા તરીકે ઓળખાય છે. લગ્નનો હેતુ જમીન ખરીદવાનો પણ છે.

    સુભીએ પોતાની X પોસ્ટમાં એ પણ જણાવ્યું છે કે, રિપોર્ટિંગ દરમિયાન તેઓ રાજમહેલ સંસદીય ક્ષેત્રના વર્તમાન જિલ્લા પરિષદ પ્રમુખ મોનિકા કિસ્કુ પાસે ગયા હતા. જેમણે કહ્યું હતું કે, તેમણે પહેલાં ઉમેદ અલી સાથે નિકાહ કર્યા હતા અને ઉમેદના પછી તેણે ફરીથી એઝાઝ સાથે નિકાહ કર્યા હતા.