Wednesday, March 12, 2025
More

    ‘ઔરંગઝેબના હાડકાં ગાળવા સનાતનીઓ યુરિયા કરશે દાન, કબર પર બનાવો શૌચાલય’: ગીતકાર મનોજ મુંતશિરે કહ્યું- હિન્દુસ્તાન હમારે બાપ કા થા ઔર રહેગા

    બોલિવૂડના જાણીતા રાઇટર મનોજ મુંતશિરનું ઔરંગઝેબની કબર અંગેનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. આમાં તેમણે માંગણી ઉઠાવી હતી છે કે, ઔરંગઝેબની કબર તોડવામાં વસ્તુઓનો બગાડ ન કરવો જોઈએ, તેના બદલે તેના પર શૌચાલય બનાવવું જોઈએ.

    મુંતશિરે પોતાના વિડીયોમાં હિંદુવિરોધીઓ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, “જેઓ કહે છે કે, ‘કિસી કે બાપ કા હિન્દુસ્તાન થોડી હૈ’. હું તેમને ખૂબ જ નમ્રતાથી કહેવા માંગુ છું કે, ‘હિન્દુસ્તાન હમારે બાપ કા ઠા ઔર રહેગા.” વધુમાં તેમણે એવું પણ કહ્યું કે, “ઔરંગઝેબના હાડકાં ગાળવા માટે યુરિયાનું દાન કરવા હિંદુઓ તૈયાર છે, તે કબરને તોડવાની જરૂર નથી. તેના પર શૌચાલય બનાવી દો.”

    તેમણે બીજા એક વિડીયોમાં કહ્યું કે, “ઔરંગઝેબની કબર રાષ્ટ્રીય શરમનું સ્મારક છે. તે જગ્યાએ એવું શું છે જેના પર કોઈપણ ભારતીયને ગર્વ થવો જોઈએ… જો ઔરંગઝેબની કબર ગર્વ કરવા જેવી જગ્યા છે તો આપણે આપણી દેશભક્તિ વિશે વિચારવું જોઈએ.”

    નોંધનીય છે કે, આ સમગ્ર વિવાદ સપા નેતા અબુ આઝમીના એ નિવેદન પછી શરૂ થયો હતો, જેમાં તેમણે ઔરંગઝેબની પ્રશંસા કરી હતી. આ પછી પ્રતિક્રિયાઓ આવી અને હવે મનોજ મુંતશિરે પણ પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા બાદ ઘણા લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે તો ઘણા તેમની પ્રશંસા પણ કરી રહ્યા છે.