ભાજપ નેતા રવિન્દર નેગીએ (Ravinder Negi) આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયા (Manish Sisodiya) પર ગંભીર આરોપ લગાવ્યા છે. પટપડગંજ બેઠક પરથી ચૂંટણી જીતનારા રવિન્દર નેગીએ કહ્યું ,કે ચૂંટણી હાર્યા બાદ મનીષ સિસોદિયાએ ધારાસભ્ય કાર્યાલયમાંથી ટેબલ અને ખુરશીઓથી લઈને ટીવી અને એસી સુધી બધું જ ઉખાડીને લઈ લીધું છે.
નોંધનીય છે કે મનીષ સિસોદિયા આ બેઠક પરથી 10 વર્ષ સુધી ધારાસભ્ય હતા. 2025ની વિધાનસભા ચૂંટણીમાં, આમ આદમી પાર્ટીએ ‘શિક્ષક’ અવધ ઓઝાને આ બેઠક પર ટિકિટ આપી હતી. પરંતુ તેઓ ભાજપના રવિન્દર નેગી સામે હારી ગયા હતા.
ત્યારે હવે મનીષ સિસોદિયા પર આરોપ છે કે તેમણે ઓફિસ ખાલી કર્યા પછી ત્યાં રાખેલ તમામ સરકારી સામગ્રી ચોરી લીધી હતી. રવિન્દર નેગીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું હતું કે, “આપના ભૂતપૂર્વ પટપડગંજ ધારાસભ્ય મનીષ સિસોદિયાએ ચૂંટણી પહેલાં જ પોતાનો અસલી ચહેરો બતાવી દીધો હતો.”
‘AC, कुर्सियां, TV सब गायब, सब चुरा ले गए…’ दिल्ली के पटपड़गंज के भाजपा विधायक रविंदर सिंह नेगी ने मनीष सिसोदिया पर लगाए विधायक ऑफिस से सामान उठवाने के बड़े आरोप।
— NEWJ (@NEWJplus) February 18, 2025
.
.
.
.
.
(ravinder singh negi, aam aadmi paarty, manish sisodiya, bjp delhi) pic.twitter.com/WcVNPmJ5vc
તેમણે આગળ કહ્યું હતું કે, “ધારાસભ્યના કાર્યાલયમાંથી એસી, ટીવી, ટેબલ, ખુરશીઓ અને પંખાની ચોરી થઈ હતી. તેમના ભ્રષ્ટાચારની સીમા હવે પાર થઈ ગઈ છે.” તેમણે આગળ લખ્યું કે, “’તેમણે ઓફિસમાંથી વસ્તુઓ ગાયબ કરી દીધી. ઓફિસ સાવ ખાલી છે. આ લોકો ચોર છે, તેમને એ વાતની પણ શરમ નથી કે આગામી ધારાસભ્ય ક્યાં બેસશે.”
નેગીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, “ઓફિસમાંથી ગુમ થયેલી વસ્તુઓમાં 250-300 ખુરશીઓ, ₹2-3 લાખની કિંમતનું ટીવી અને ₹12 લાખની કિંમતની સાઉન્ડ સિસ્ટમનો સમાવેશ થાય છે.” તેમણે કહ્યું કે, સિસોદિયા અને તેમની ટીમે માત્ર સરકારી મિલકતને લઈ લીધી એટલું જ નહીં પણ તેને નુકસાન પહોંચાડ્યું અને દરવાજા પણ તોડી નાખ્યા હતા.