Saturday, March 8, 2025
More

    માંગરોળ સામૂહિક બળાત્કારના આરોપીઓને આજીવન કેદની સજા: 130 દિવસમાં આવ્યો ચૂકાદો

    નવરાત્રિ સમયે સુરતના માંગરોળના ચકચારી વિસ્તારમાં સગીરા પર થયેલ ગેંગરેપ (Gang Rape) કેસમાં કોર્ટે બંને આરોપીને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં જ ચુકાદો આપ્યો છે. નોંધનીય છે કે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી જેમાંથી એકનું ટ્રાયલ દરમિયાન મોત નીપજ્યું હતું, જેથી 2 વિરુદ્ધ ટ્રાયલ ચાલી હતી.

    આ મામલે સગીરા અને તેના મિત્રએ જુબાની આપી હતી, તથા સગીરાએ આરોપીને ઓળખી કાઢ્યો હતો. આ મામલે પોલીસે મુન્ના કરબલી પાસવાન, રામ સજીવન (રાજુ) અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાની ધરપકડ કરી હતી, જોકે ટ્રાયલ દરમિયાન બીમારી સબબ શિવશંકરનું મોત થતાં કોર્ટેમાં અન્ય બે આરોપી સામે ટ્રાયલ ચાલી હતી.

    નવરાત્રિ દરમિયાન સગીરા અને તેનો મિત્ર ઉભા હતા ત્યારે ત્રણેય આરોપીઓએ બાઈક પર આવી બંનેના કપડાં ઉતરાવી નગ્ન ફોટા પાડી લીધા હતા. જ્યારે બંનેએ ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે સગીરા પડી જતા તેને શેરડના ખેતરમાં લઈ જઈ તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે કોર્ટે 130 દિવસમાં જ ચૂકાદો આપી દીધો છે.