તાજેતરમાં સુરતના માંગરોળમાં એક ગેંગરેપનો કેસ સામે આવ્યો હતો. જેમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી એક હવે મૃત્યુ પામ્યો છે.
સુરતઃ માંગરોળ દુષ્કર્મ કેસને લઈને સૌથી મોટા સમાચાર…
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) October 10, 2024
દુષ્કર્મ કેસના બે પૈકી એક આરોપીનુ મોત….#surat #health #misdemeanor #death #crime @CP_SuratCity @SP_SuratRural @Bhupendrapbjp @CMOGuj @sanghaviharsh @GujaratPolice #Gujarat #NewsCapitalGujarat #JaneCheGujarat pic.twitter.com/Jr5tpywruu
તેને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. તેની ઓળખ શિવશંકર ચૌરસિયા તરીકે થઈ છે. તે પરપ્રાંતીય છે અને માંડવીમાં રહેતો હતો.
ઘટના માંગરોળના મોટા બોરસરા ગામ નજીકની છે. અહીં એક તરુણ અને તરુણી રાત્રે ઊભા રહીને વાતચીત કરતાં હતાં ત્યારે બાઇક પર આવેલા ત્રણ ઈસમોએ તેમને ધમકાવીને માર માર્યો હતો અને મોબાઇલ લઈ લઈને કપડાં ઉતરાવીને નગ્ન ફોટા પાડી લીધા હતા અને વાયરલ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ બંને ભાગવા જતાં તરૂણીને ખેંચી લઈ જઈને ગેંગરેપ કર્યો હતો.
આ મામલે પોલીસે જુદી-જુદી ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. બુધવારે (9 ઑક્ટોબર) માંડવીના તડકેશ્વરમાં પોલીસ પહોંચી હતી. જ્યાં ત્રણ આરોપીઓ મળી આવ્યા હતા. જેમાંથી એક રાજુ ભાગવામાં સફળ રહ્યો હતો, પણ બાકીના બે મુન્ના અને શિવશંકરની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેઓ અગાઉ પણ ગુનાઓમાં સંડોવાય ચૂક્યા હોવાનું ખુલ્યું છે.