Sunday, March 16, 2025
More

    લેસ્ટરમાં કરી હતી મંગેતરની હત્યા, ત્યાંની કોર્ટે જ ગુનેગાર ઠેરવ્યો, પણ સજા કાપશે સુરતની જેલમાં: વિશેષ સંધિ હેઠળ UKએ ભારતને સોંપ્યો કેદી

    યુનાઇટેડ કિંગડમના લેસ્ટરમાં મંગેતરની હત્યા કર્યા બાદ 28 વર્ષની સજા પામેલા મૂળ ગુજરાતના ઈસમને લંડનથી સુરતની લાજપોર જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. UKના અધિકારીઓ તેને લઈને દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં તેને સુરત પોલીસને સોંપવામાં આવ્યો. પોલીસ તેને પછીથી લાજપોર લઈ આવી હતી. 

    ટૂંકમાં વિગતો એવી છે કે, જીગુ સોરઠી નામના આ ઇસમે વર્ષ 2020માં UKના લેસ્ટરમાં તેની મંગેતર ભાવિની પ્રવીણની લગ્નને લઈને થયેલા મતભેદમાં જ હત્યા કરી નાખી હતી. બંને સિવિલ મેરેજ કર્યા બાદ UK ગયાં હતાં. હત્યા કરીને તે પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. 

    લેસ્ટરની કોર્ટમાં કેસ ચાલ્યા બાદ કોર્ટે તેને 28 વર્ષની સજા ફટકારી હતી. ત્યારથી તે ત્યાં જેલની હવા ખાઈ રહ્યો હતો. દરમ્યાન, અહીં વલસાડમાં રહેતા તેના પરિવારે ભારત લાવવાની માંગ કરતાં, બંને સરકારો વચ્ચે થયેલી સંધિ અનુસાર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. 

    તેણે 4 વર્ષની સજા કાપી છે. બાકીની 24 વર્ષની સજા તે ભારતની જેલમાં કાપશે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું. આ સંધિ હેઠળ જેલ ટ્રાન્સફરનો સંભવતઃ આ પ્રથમ કિસ્સો છે. 

    આ સંધિ વર્ષ 2005માં થઈ હતી. જે અનુસાર, ભારત અને UK વચ્ચે પ્રિઝનર ટ્રાન્સફર એગ્રીમેન્ટ (PTA) થયા છે. જેમાં જોગવાઈ એવી છે કે બંને દેશોની જેલમાં ગુનેગાર ઠેરવવામાં આવેલી વ્યક્તિ સજા પોતાના દેશમાં કાપી શકે છે. આ માટે દૂતાવાસને જાણ કરવી પડે છે અને બંને સરકારોની સહમતિ હોવી જરૂરી છે. 

    જ્યારે