Thursday, July 10, 2025
More

    ગુજરાત હાઇકોર્ટની વર્ચ્યુઅલ સુનાવણીમાં ટોયલેટ સીટ પરથી જોડાયો શખ્સ, વિડીયો વાયરલ 

    ગુજરાત હાઇકોર્ટની સુનાવણીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક શખ્સ વર્ચ્યુઅલ માધ્યમથી સુનાવણીમાં ભાગ લેતો જોવા મળે છે, પણ ટોયલેટ સીટ પરથી. 

    ગુજરાત હાઇકોર્ટની દરેક બેન્ચની સુનાવણીનું નિયમિત જીવંત પ્રસારણ કરવામાં આવે છે. જેમાં ઘણી વખત બહારથી જોડાતા વકીલો અને તેમના અસીલોને પણ લિંક આપવામાં આવે છે. 

    આવી જ એક સુનાવણી દરમિયાન એક શખ્સ જોડાયો હતો, પરંતુ ટોયલેટ સીટ પરથી. વિડીયોમાં કોર્ટની કાર્યવાહી ચાલતી જોવા મળે છે. જજ સુનાવણી કરી રહ્યા છે, વકીલ દલીલો રજૂ કરે છે, કોર્ટ ચાલી રહી છે અને આ દરમિયાન પેલો શખ્સ ટોયલેટ સીટ પર બેઠેલો જોવા મળે છે. 

    ઘટના 20 જૂનના રોજ જસ્ટિસ નિર્ઝર દેસાઈની કોર્ટમાં બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વિડીયોમાં શખ્સનું નામ ‘સમદ બેટરી’ લખેલું જોવા મળે છે. 

    ઘણી વખત સુધી તે બેઠેલો જોવા મળે છે, ત્યારબાદ વૉશરૂમની બહાર નીકળી જાય છે અને લૉગ આઉટ કરી દે છે. 

    વધુ વિગતો અનુસાર, કોર્ટમાં એક કેસમાં FIR રદ કરવા મામલે કાર્યવાહી ચાલી રહી હતી અને આ શખ્સ મૂળ ફરિયાદી હતો. કોર્ટે બંને પક્ષે સમાધાન થયા બાદ FIR રદ કરવા માટે મંજૂરી આપી હતી.