Tuesday, March 18, 2025
More

    સેફ અલી ખાનના ઘરમાં ઘૂસીને હુમલો કરનાર શંકાસ્પદ વ્યક્તિની ધરપકડના અહેવાલ મુંબઈ પોલીસે નકાર્યા

    આજે સવારે અહેવાલ સામે આવ્યા હતા કે મુંબઈ પોલીસે સૈફ અલી ખાન કેસમાં (Saif Ali Khan case) સંડોવાયેલા એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિને હાલમાં વધુ તપાસ માટે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં (Bandra Police Station) રાખવામાં આવ્યો છે.

    જે બાદ હવે મુંબઈ પોલીસે આ અહેવાલો નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે હજુ સુધી આ કેસમાં કોઈની પણ ધરપકડ કે અટકાયત કરવામાં આવી નથી. પોલીસે જણાવ્યું કે, “બાંદ્રા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે લાવવામાં આવેલા વ્યક્તિનો સૈફ અલી ખાન પર હુમલો કેસ સાથે કોઈ સંબંધ નથી. સૈફ અલી ખાન પર હુમલો કરવાના કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી”

    નોંધનીય છે કે 16 જાન્યુઆરીની વહેલી સવારે અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan) અને તેની પત્ની કરીના કપૂરના બાંદ્રા (વેસ્ટ) સ્થિત ઘરમાં એક લૂંટારુ (robber) ઘૂસી ગયો. લૂંટના પ્રયાસ દરમિયાન તેણે સૈફ પર છરી વડે હુમલો કર્યો ત્યારે તે ઘાયલ થયો હતો. જે બાદ અભિનેતાને લીલાવતી હોસ્પિટલ લઈ જવાયો હતો અને સર્જરી કરવામાં આવી હતી.