Monday, March 24, 2025
More

    ‘રાજદ્રોહમાં સંડોવાયેલી… સનાતનીઓને છેરતનારી…’: કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી, લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને પણ બતાવ્યો બહારનો રસ્તો

    પ્રયાગરાજ મહાકુંભની (Prayagraj Maha Kumbh) શરૂઆતમાં કિન્નર અખાડામાં (Kinnar Akhara) જોડાયેલી અભિનેત્રી મમતા કુલકર્ણીને (Mamata Kulkarni) મહામંડલેશ્વરના પદ પરથી દૂર કરવામાં આવી છે. તેમની સાથે અખાડાના વડા લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને પણ પદ પરથી હટાવવામાં આવ્યા છે. આ સંદર્ભમાં, અજય દાસે (Ajay Das), જે પોતાને અખાડાના સ્થાપક કહે છે, તેમણે એક પત્ર જારી કર્યો છે.

    કિન્નર અખાડાના સ્થાપકે મમતા કુલકર્ણી વિશે વાત કરતાં કહ્યું કે તેમના પર રાજદ્રોહનો આરોપ છે અને તેઓ ફિલ્મ ગ્લેમર સાથે સંકળાયેલા છે, અને તેમને કોઈપણ ધાર્મિક કે અખાડા પરંપરાનું પાલન કર્યા વિના અખાડામાં સામેલ કરવામાં આવ્યા હતા. દાસે કહ્યું કે તેમને સન્યાસ તરફ લઈ જવાને બદલે, તેમને મહામંડલેશ્વરનું બિરુદ આપવામાં આવ્યું, જે સનાતન ધર્મના હિતોની વિરુદ્ધ છે.

    હાલ બંનેને અખાડામાંથી પણ હાંકી કાઢવામાં આવ્યા છે. અજય દાસે કહ્યું છે કે આ લોકો રુદ્રાક્ષનો હાર પહેરીને સનાતનીઓને છેતરી રહ્યા છે.