Saturday, November 2, 2024
More

    ‘ભાજપ આતંકવાદીઓની પાર્ટી’: કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનું વિવાદિત નિવેદન, હરિયાણાની હાર હજુ મન પર હાવી?

    કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિવાદિત નિવેદન આપી દીધું છે. તેમણે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીને ‘આતંકવાદીઓની પાર્ટી’ ગણાવી દીધી. 

    PM મોદીએ કોંગ્રેસ પર ‘અર્બન નક્સલ’ હોવાના આરોપ લગાવ્યા હતા, જેનો જવાબ આપતી વખતે કોંગ્રેસ અધ્યક્ષે આ વિવાદિત ટિપ્પણી કરી દીધી હતી. 

    ખડગેએ કહ્યું, “મોદી કાયમ કોંગ્રેસને અર્બન નક્સલ પાર્ટી કહેતા રહે છે. એ તેમની ટેવ છે. પણ તેમની પાર્ટીનું શું? ભાજપ આતંકવાદીઓની પાર્ટી છે, જે લિન્ચિંગમાં સંડોવાયેલી છે. મોદીને આ પ્રકારના આરોપો લગાવવાનો કોઈ અધિકાર નથી.”

    સત્તાધારી પાર્ટી વિશે દેશની સૌથી જૂની પાર્ટીના અધ્યક્ષના આવા વિચિત્ર નિવેદનની ઘણી ચર્ચા થઈ રહી છે. 

    નોંધનીય છે કે PM મોદી કાયમ કોંગ્રેસ ‘અર્બન નક્સલો’થી પ્રભાવિત હોવાનું કહેતા રહે છે. જોકે, તેમની વાતો અને ખડગેની વાતોમાં ફેર એ છે કે PM મોદી વિગતવાર સમજાવે છે કે તેઓ આવું શા માટે કહી રહ્ય છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષની વાત પરથી લાગે છે કે હરિયાણા ચૂંટણીની હાર હજુ કોંગ્રેસીઓના મન પર હાવી છે.