રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેએ (Rajasthan Governor Haribhau Bagde) સોમવારે (10 માર્ચ) કહ્યું હતું કે બળાત્કારીઓને નપુંસક (rapists should be made impotent) બનાવવા જોઈએ જેથી અન્ય લોકોને આવા જઘન્ય ગુનાઓ કરતા રોકી શકાય. ભરતપુરમાં જિલ્લા બાર એસોસિએશનના શપથ ગ્રહણ સમારોહને સંબોધતા બાગડેએ આમ કહ્યું હતું.
તેમણે કહ્યું કે, બળાત્કારીઓ સામે પણ આવા જ પગલાં લેવા જોઈએ. તેમને નપુંસક કરીને છોડી દેવા જોઈએ. તેમને આ રીતે જીવવું પડશે અને જ્યારે અન્ય લોકો તેમને જોશે, ત્યારે તેઓ યાદ રાખશે કે તે એ જ વ્યક્તિ (બળાત્કારી) હતો. બળાત્કારીઓ સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા રાજ્યપાલે ચેતવણી આપી હતી કે જો આવા ગુનેગારોને લગામ નહીં લગાવવામાં આવે તો તેઓ સમાજ માટે ખતરો બનતા રહેશે.
તેમણે કહ્યું, “જ્યારે શિવાજી મહારાજ અહીં (મહારાષ્ટ્રમાં) રાજ કરતા હતા, ત્યારે એક પટેલ ગામના વડા હતા. તેમણે બળાત્કાર કર્યો. આ પછી, શિવાજી મહારાજે એક આદેશ જારી કર્યો. તેમણે કહ્યું – બળાત્કારીને મારો નહીં પણ તેના હાથ-પગ તોડી નાખો. બાદમાં તે મૃત્યુ સુધી એવો જ રહ્યો.”